દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ રોહીત શેખર મર્ડર કેસમાં આગળના બે જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે,સુત્રોનું માનીયે તો ચાર્જશીટમાં રોહિતની પત્ની અપૂર્વા પર મર્ડરનો આરોપ લગાવવામાં આવશે, આ માટે ફોરેન્સિંક રિપોર્ટ ,સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીને ધ્યાનમાં લઈને આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે.
35 વર્ષીય અપૂર્વા શૂક્લના વિરુદ્વ કેન્દ્રીય મંત્રી એનડી તિવારીના પુત્રની હત્યાનો આરોપ લાગ્યો છે ,દીલ્હીમાં ડિફેંસ કોલોનીમાં રોહીતના બેડરુમમાંથી તેની લાશ મળી હતી ત્યારે અનેક લોકોનું કહેવું છે કે તેની પત્ની રોહિત ઉપર વારંવાર શંકા કરતી હતી.
1લી મે ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૌથી પહેલા આ મર્ડરના સમાચાર પ્રકાશીત કર્યા હતા કે અપૂર્વાને રોહીત પર શંકા હતી, આરોપી અપૂર્વાને રોહીત પર શંકા હતી કે રોહીતના કોઈ અન્ય મહિલા સાથે આડ સંબધ છે, જ્યારે આ સંબધમાં રોહિતથી તે મહિલાને એક બાળક પણ છે , તો સાથે સાથે અપૂર્વાને એમ પણ લાગતુ હતુ કે જતે દિવસે રોહિતના તે બાળકને સંપતિમાં વધુ ભાગ મળશે. આમ અપૂર્વાની શંકાએ રાહિતને મોતને ઘાટ ઉતાર્યો, અપૂર્વાએ રોહીતનું ગળું બદાવીને તેને જાનથી મારી નાખ્યો હતો.
આ રોહિત મર્ડર કેસને લઈને પાલીસનું કહેવું છે કે અપૂર્વાએ પોતાના લગ્ન જીવનને બચાવવાની કોશીષ કરી હતી જો કે પતિના આવા પ્રકારના વ્યવહારથી તે ખુબ નિરાશ હતી,આ બન્ને વચ્ચે કોઈને કોઈ વાતથી હમેંશા ઝધડો થતો રહેતો હતો ,લગ્ન જીવનના સપના સાકાર ન થતા અપૂર્વા પોતાના પતિ રોહિતથી કંટાળી હતી તે સતત તણાવમાં રહેવા લાગી હતી ત્યારે આર્થિક સ્થિતીને લઈને પણ બન્ને વચ્ચે વિવાદ થતો રહેતો હતો ,એક સમય એવો આવ્યો કે અપૂર્વા કંટાળીને પોતાના પિયર જતી રહી હતી અને જ્યારે સમાધાન બાદ તે સાસરે પરત ફરી ત્યારે બન્ને વચ્ચેના ઝધડાઓ વધી ગયા હતા
ત્યારે આ મર્ડર કેસને લઈને એક માત્ર આરોપી અપૂર્વા જ છે તેમ પોલીસનું કહેવું છે, દરેક પરિસ્થિતી અપૂર્વાના વિરુદ્વ છે જ્યારે સીસીટીવિ ફૂટેજથી પોલીસની શંકા પાકકી સાબિત થઈ શકશે,જ્યારે રોહિત શેખરે પોતાના પિતા એન ડ઼ી તિવારીને પોતાના જૈવિક પિતા સાબિત કરવામાટે કોર્ટમાં લડાઈ પણ લડી હતી.
16 એપ્રિલના રોજ રોહિત શેખર ડિફેંસ કોલોનીમાં વેલા પોતાના મકાનના બેડરૂમમાંથી મૃત હાલમાં મળી આવ્યો હતો , શરુઆતની તપાસ બાદ પોલીસ અધિકારીએ આ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરીને રોહિતની પત્નિ અપૂર્વાની ધરપકડ કરી હતી, 24 પ્રિલના રોજ દિલ્હી ક્રાઈમ બ્રાંચે અપૂર્વાને અરેસ્ટ કરી હતી, ત્યારે હવે થોડાજ દિવસોમાં અપૂર્વા વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.