શ્રીખંડયાત્રા દરમિયાન ગ્લેશિયર પડ્યું
4 લોકો ઈજાગ્રસ્ત
60 લોકોને સુરક્ષીત બચાવાયા
યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યાત્રા રોકવામાં આવી
શ્રીખંડયાત્રામાં જનાર લોકો સામે સંકટની સ્થિતી સામે આવી છે ,હાલ જ્યારે વરસાદી મોસમના કારણે અનેક જગ્યાઓએ ભૂસ્ખલન જેવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ યાત્રા દરમિયાન પાર્વતી બૈગના પાસેના નૈન સરોવરમાથી એક ગ્લેશિયર પડ્યું હતું તે સમયે યાત્રા પર આવેલા લોકો આ ગ્લેશિયરમાં ફસાયા હતા આ ઘટનાના થોડાજ સમય પછી રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેઓને સારવાર માટે 6ઃ30 કલાકે પાર્વતી બાગ લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યારે અન્ય યાત્રીઓને ઘટનાના કારણે ભીમ દ્વાર પર અટકાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈને નુકશાન ન પહોંચે અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ યાત્રાને હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે
જ્યારે આ ઘટનામાં 50 થી 60 લોકો જ્યા ગ્લેશિયર પડ્યું હતુ ત્યા હાજર હતા પરંતુ તેઓને બચાવ લેવામાં આવ્યા હતા. જે તીર્થ યાત્રીઓને પાર્વતી બાગથી બચાવામાં આવ્યા હતા તેઓમા લુધિયાણાના રાજીવ , પુણે થી વિવેક , મહારાષ્ટથી એક બાબા અને અન્ય એક નમલેશ નામક યૂવકનો સમાવેશ થાય છે.
જ્યારે અમદાવાદની મહિલા તીર્થયાત્રી 35 વર્ષીય દિવ્યાંગિની વ્યાસને પાર્વતી બાગની અરથી આશરે એક કિલો મીટર પરથી નીકાળવામાં આવ્યા હતા જેઓને અપુરતા ઓક્સિઝનના કારણે ગભરામણ થવા લાગી હતી તેમને પ્રાથમિક સારવાર આવામાં વી હતી અને ત્યાર બાદ પાર્વતી બૈગ શિબિરમાં લાવવામાં આવ્યા હતા જ્યારે નૈન સરાવરમાં ગ્લેશિયર પડવાની અને ભૂસ્ખલત થવાની ઘટનાઓને લઈને અને વરસાદના કારણે આ યાત્રાને માનવ સુરક્ષાને ધ્યાનમાં લઈને અટકાવવામાં આવી છે.