ગાયોના બદલે પૈસા નહી પરંતુ સોનું આપવામાં આવે છે
વચેટિયા મારફતે થાય છે તસ્કરી
બાંગલા દેશમા એક તસ્કરને ઝડપી પડાયો
લિટેન નામક એક તસ્કરે પકડાય જતા કર્યો ખુલાસો
બાંગલાદેશમાં ચાલતો ગેરકાયદેસર ગાયોનો વ્યાપાર
માલદા જેએનએનઃ અહિ ભારતીય ગાયોના બદલામાં તસ્કરો બાંગલાદેશ પાસેથી રોકડા રુપિયા ન લેતા સોનુ લે છે .અહિયા થી ગાયો રવાના કરવામાં આવે છે તો સામેથી 1200 કેરેટ સોનું આપવામાં આવે છે રખાલ અથવા વચેતિયા માણસ મારફતે આ પ્રકારની લેનદેન કરવામાં આવતી હોય છે.
બાંગલાદેશની એક પત્રિકાના એહવાલ મુજબ બાંગલા દેશના રાજાશાહીના ગોદાગાડી પાસેથી મોટી સંખ્યામાં સોના સાથે એક 30 વર્ષિય યૂવાન લિટેન શેખને બાંગલા દેશના એક અધિકારીએ ઝડપી પાડ્યો હતો, આ તસ્કરોને બસમાંથી પકડવામાં આવ્યા હતા, તે પાતાના શરિરમાં સોનું સંતાડીને તસ્કરી કરવાના પ્રયત્નમાં હતા પણ તે પહેલાજ તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
લિટને પુછતાછ દરમિયાન બતાવ્યું કે ચાંપઈ નવાજગંજના રામચંદ્રપુરમાં ગાયોના ભરાતા હાટ બજારમાં ગાય ના બદલે સોનું આપવામાં આવે છે, આ વિસ્તાર સોના તસ્કરી માટે ખુબ જાણીતો છે ,ભારતના ગુપ્ત વિભાગના જણાવ્યા મુજબ બાંગલાદેશના રાજાશાહી સિટી હાટ,ચાંપાઈ નવાજગંજ રામચંદ્રપુર,ગોદાગાડી વિસ્તારોમાં હજારો યૂવાનો વચેતિયાના રુપમાં કામ કરે છે ને ગાયોનું વેચાણ કરીને 1200 કેરેટ સોનું પડાવે છે.
ત્યારે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ વચેતિયાઓ નકલી નોટોની પણ તસ્કરી કરતા હોય છે આ લોકો ગાયોનું વેચાંણ કરીને તેના રુપિયા બેંકના માધ્યમથી ચટ્ટગ્રામ અને ઢાકામાં પહોચાડે છે ત્યાર બાદ ભારતમાં મુર્શિદાબાદ, માલદા,ઉત્તર 24 પરગાના થઈને કોલક્તામાં આ પૈસા જમા કરાવે છે પછી અહિથી પૈસાનો ઉપાડ કરીને ગાયની ખરીદી કરવામાં આવે છે અને ત્યાર બાદ ગાયોની તસ્કરી કરે છે આ આખુ રેકેટ ફેલાયેલું છે જેમા ધણા લોકો સંકળાયેલા હોય છે.