કર્ણાટક સંકટઃ કોંગ્રેસના 5 બળવાખોળ સાંસદો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાઃરાજીનામા સ્વીકારો
કર્ણાટક સાંસદોનો મામલો ફરિ એક વાર સુપ્રીમ કોર્ટમાં આવી પહોંચ્યો છે, કોંગ્રેસના બળવાખોર સાસંદ આનંદ સિંહ અને રોશન બેગ સહિત 5 સાંસદોએ વિધાનસભાના સ્પીકર વિરુધ અરજી દાખલ કરી છે આ અરજીમા સાંસદોએ પોતોના રાજીનામા સ્વીકારવાની માંગણી કરી છે.
સુપ્રીમ કોર્ટે કર્ણાટક વિધાનસભાના અધયક્ષને શુક્રવારે કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 10 બળવાખોર સાંસદોના રાજીનામા અને અપ્રમાણિકતાના બાબતે તપાસ કરવામાં આવે ,પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈ ,ન્યાયમૂર્તિ દિપક ગૂપ્તા અને ન્યાયમૂર્તિ અનિરુધ બોસની અદાલત આ ન્યાય અરજીની સુનાવણી 16 જુલાઈના રોજ કરવા જણાવ્યું હતું
અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું કે આ રાજીનામાંની બાબતમાં વિધાનસભાના અધયક્ષ રમેશ કુમાર કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લે, કારણ કે આ બાબતમાં હવે નિર્ણય ન્યાયપાલ કરશે. આ આદેશમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અધયક્ષ અને કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ સંવિધાનના અનુચ્છેદ 32 મુજબ બળવાખોર સાંસદો દ્રારા અરજીની બાબતમાં વિચારનો મુદ્દો ઉઠાવ્યો છે અને વધુમાં કહ્યુ કે બળવાખોર સાંસદો તરફથી વરિષ્ટ અધિવક્તા મુકુલ રોહીતગી દ્રારા એવી દલીલ કરવામાં આવી છે કે શાસક ગઠબંધનના રાજીનામાના મુદ્દા પર વિચાર કરતાં પહેલાં, તેમના અયોગ્યતા અંગેનો નિર્ણય નક્કી કરવામાં આવશે.આ બાબતમાં જલદી નિર્ણય લેવામાં આવે તો યોગ્ય કહેવાશે.
tags:
KARNATAKA