આસામના 17 જીલ્લા પુરથી અસરગ્રસ્ત
લાખો લોકોનું જનજીવન ખોળવાયું
અનેક લોકો સામે ભોજન અને પીવાના પાણીની સમસ્યા
મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ યોજી સલાહ-સુચનો આપ્યા
હાલ જ્યારે વરસાદની સિઝન ચાલી રહેલી છે તો સમગ્ર ભારતમાં ક્યાક વધુ તો વળી ક્યાક ઓછો વરસાદ જોવા મળ્યો છે, તો આસામ રાજ્યમાં તો જાણે આભ ફાટ્યું છે. આસામના કુલ 17 જીલ્લાઓમાં પુરની સ્થિત છે ત્યારે 4.23 લાખ લોકો પુરની સ્થિતીમાં ફસાયા છે. અહિયાના લોકો સામે ભોજન-પાણીનો પ્રશ્ન ઉભો થયો છે આસામ રાજ્યના એએસડીએમએ ના જણાવ્યા મુજબ રાજ્યાના ગોલાઘાટ, ધીમાજી,અને કામરુપ જીલ્લામાં અતિવરસાદના કારણે સર્જોયેલી પુરની સ્થિતીમાં અત્યાર સુધી 3 લોકોના મોત પણ થયા છે , પહેલા રાજ્યમા 11 જીલ્લાઓ પુરની સ્થિતી સામે પ્રભાવિત હતા ત્યારે આ આંકડો વધતા હાલ પુરે બીજા 6 જીલ્લાઓને પણ પોતાની ઝપેટમાં લેતા 17 જીલ્લાઓ પુરમાં ગરકાવ થયા છે, પુરગ્રસ્ત જીલ્લામાં ધીમાજી,લખીમપુર,વિશ્વનાથ,દરાંગ,બારપેટા,નલબારી,ચિરાંગ,ગોલાઘાટ,મજુલી,જોરહાટ અને ડીબુગઢનો સમાવેશ થાય છે.
આસામ રાજ્યના બારપેટા જીલ્લામાં પુરની અસર વધુ પ્રમાણમાં જોવા મળી છે અહી 85,262 લોકો પુરમાં ફસાયેલા છે જ્યારે ધીનાજી જીલ્લામાં 80 હજાર લોકો પુરની સરિસ્થિતી સામે લડી રહ્યા છે, એએસડીએમએ નું કહેવું છે કે, 41 રાજસ્વ મંડલના 749 ગામો પાણીમાં ગરકાવ થયા છે ત્યા રહેતા કુલ 1843 લોકોને 53 રાહત શિબિરોમાં લાવવામાં આવ્યા છે
આ પુરના કારણે રાજ્ય સરકાર પણ કાર્યરત બન્યુ છે ,ત્યાના લોકોને રાહત સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે પુરનું પાણી આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં પણ પ્રવેશી ચુક્યું છે ત્યારે આસામ રાજ્યની બ્રહ્મપૂત્ર, દિકહાઉ,ધનસારી,પુથીમારી અને બાકી નદીયો સહીતની અન્ય નદીઓ બન્ને કાંઠે વહેતી થતા પુરની સ્થિતી વકરે તેવી પણ શક્યાતો છે.
આસામના મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ કરીને પુરગ્રસ્ત જીલ્લાના સરકારી વિભાગોના અધિકારો સાથે વાતચીત કરી હતી, મુખ્યમંત્રીએ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું હતું અને પરિસ્થિતીને ધ્યાન પૂર્વક સંભાળવા જણાવ્યું હતું આગળના 24 કલાક સુઘી ડીજાસ્ટર તંત્રને ખડેપગે રેહવાની સુચના આપી હતી અને પુરગ્રસ્ત લોકોને જરુરી સામગ્રી પુરી પાડવાના આદેશ આપ્યા હતા, પુરની સ્થિતીમાં લાખો લોકોનું જનજીવન ખોળવાયુ છે, લોકો ઘરથી બેઘર બન્યા છે તો લાખો લોકોને ભોજન અને પીવાનું પાણી પુરુ પાડવું એ રાજ્ય સરકાર માટે પડકાર સાબિત થશે.