ગુજરાતમાં ગેરલાયક ઠરેલા ધારાસભ્ય ભગવાન બારડને રાજ્યની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે.
1995ના ખનીજ ચોરી કેસમાં સૂત્રાપાડા સેશન્સ કોર્ટે માર્ચ 2019માં ભગવાન બારડને બે વર્ષ અને નવ માસની સજા ફટકારી હતી.
સેશન્સ કોર્ટમાં દોષિત સાબિત થવાને કારણે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. સેશન્સ કોર્ટના ચુકાદાને ભગવાન બારડે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
અપીલ વિલંબિત છે, ત્યાં સુધી ભગવાન બારડને દોષિત ઠેરવતા સેશન્સ કોર્ટના ચુકાદા પર સ્ટે આપવામાં આવ્યો છે.
કોંગ્રેસના નેતા ભગવાન બારડ તલાલા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેમને પહેલી માર્ચે નીચલી અદાલતે સજા ફટકારી હતી.