70 હજાર પાનાની ચાર્જશીટ, 284 આરોપીઓઃભૂષણ સ્ટિલ કેસમા થશે દેશના અદાલતી ઈતિહાસની સૌથી મોટી સુનાવણી
70 હજાર પાનાની ચાર્જશીટ
200થી વધુ આરોપીઓ
દરેક આરોપીને ચાર્જશીટની એક એક નકલ અપાશે
2 કરોડથી વધુતો ચાર્જશીટની પ્રિંટ કઢાવવી પડશે
આ કેસમાં લાગશે સૌથા વધુ સમય
માત્ર આરોપીની હાજરીમાં જ 5 કલાક અને 45 મિનીટનો સમય લાગશે
ભૂષણ સ્ટિલ કેસમાં ગંભીર છેતરપીંડીના મામલામાં કાર્યોલય SFIOને 284 આપોરી સામે 70 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, બચાવ પક્ષનાં વકિલના કહ્યા મુજબ આ જીવનમાં તો આ સુનાવણી થવાના કોઈ જ એંધાણ છે નહી એમ કહી ને આર્થિક અપરાધના બનાવમાં આ ચાર્જશીટને સામાન્ય ગણાવી હતી.
દેશભરમાં અદાલતની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે પરંતુ ભૂષણ સ્ટિલના બનાવમાં તો જાણે ઈતિહાસ રચાયો છે.કંપનીની ખામીઓની તપાસ કરતા સમયે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસે 70 હજાર પાનાની ઘણી વિસ્તૃત ચાર્જસીટમાં 284 લોકોને આરોપી કરાર આપ્યો છે. કાનુની જાણકારોનું કહેવું છે કે ચાર્જશીટ મુજબ અદાલતને બધાજ આરોપીઓની હાજરી પુરવામાં અંદાજે 4 કલાક ને 45 મિનીટ લાગી શકે છે.આ કેસની કાર્યવાહી આરોપી અને વકીલ એમ કુલ 600 લોકો સમાય શકે તેવી જગ્યાએ થાય તો જ શક્ય છે બાકી એક નાની કોર્ટમાં એકસાથે આટલું પબ્લિકને બેસાડવું શક્ય જ નથી, આ સાથે સાથે જ્જને પણ 70 હજાર પાના પર નજર ફ્રેરવવી પડશે જેમાં પણ વધુ સમય ખર્ચાય શકે તેમ છે.
કોઈપણ ક્રિમિનલ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવાથી લઈને તેનો અભ્યાસ કરીને ગુનો સાબિત કરવાથી સુનાવણીની શરૂઆત થાય છે આ ઉપરાંત પણ આરોપીઓના વ્હીલ અથવા ડીસ્ચાર્જની કાર્યવાહી તથા ક્યા ક્યા દસ્તાવેજોનું જોડાણ કરવું આ તમામ બાબત પર ધ્યાન આપવામાં આવે તો અડધા મસય આ કાર્ય માટે ફાળવવો પડે.
ભૂષણ સ્ટીલ કેસના મામલામાં કેટલાક આરોપીઓની વકીલાત કરી રહેલા સીનીયર વકીલ વિજય અગ્રવાલ કહ્યું કે “એજન્સીએ એટલા બધા આરોપીના નામ દાખલ કર્યો છે બની શકે કે કેસ સાથે જોડાયેલા વકીલ કે જ્જનું આખુ જીવન આજ કેસમાં પસાર થઈ જાય”, ઉપરાંત આટલી મોટી સંખ્યામાં આરોપી હોય તો કોર્ટરૂમ પણ નાનો પડશે તેના માટે ખાસ કોઈ અન્ય જગ્યાનો બંદોબસ્ત પણ કરવો પડશે કારણ કે આ કેસમાં 200થી વધુ આરોપી છે અને આ દરેક આરોપીને સેકશન 207 મુજબ ચાર્જશીટની એક એક કોપી આપવાની હોય છે જેને લઈને એજન્સીએ 2 કરોડથી પણ વધુ તો આ ચાર્જશીટની કોપીઓ કઢાવવી પડશે.
મોટી સંખ્યામાં આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવાની ઘટનામાં એસએફઆઈઓ નો નિર્ણય સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પર આધારીત છે કે આ અપરાધમાં સમાવેશ પામનાર પર આરોપ લગાવવામાં આવે ત્યાર બાદ કોના સામે કાર્યવાહી થશે તે વાત કોર્ટ નક્કી કરે છે, જેમાં ગવાહોની સંખ્યા વધુ હોય તો કેસમાં સમય વધુ લાગી શકે છે.જ્યારે ભૂષણ સ્ટીલ કેસમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં લોકો હશે તો સાથે સાથે ખુબ જ વિશાળ જગ્યાની જરૂરત પડશે તો તેના સાથે ખાલી ચાર્જશીટનો અભ્યાસ કરવામાં જ 5 કલાક જેવો સમય જતો રહેશે તો વળી 200 જેયલા આરોપીઓ હોવાના કારણે દરેકને ચાર્જશીટની એક એક નકલ આપવામાં પણ વધુ સમય લાગશે. આ રીતે કહી શકાય કે ભૂષણ સ્ટીલ કેસની ચાર્જશીટનો મામલે અત્યાર સુધીનો સૌથી મોટો મામલો સાબિત થશે.