જિનેવામાં લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો, પીઓકેના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન
જિનેવા: પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાનને લઈને પાકિસ્તાનને દુનિયાભરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પીઓકા રાજનૈતિક કાર્યકર્તાઓ જે યુરોપ અને બ્રિટનમાં રહે છે, તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં યુરોપ અને બ્રિટનમાં રહેતા પીઓકેના પોલિટિકલ એક્ટિવિસ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકર પરિષદના 41મા સત્ર દરમિયાન પાકિસ્તાનના નિયંત્રણ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રો પોકાર્યા અને દમનચક્ર વિરુદ્ધ આઝાદીના સૂત્રો બુલંદ કર્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારના સંસાધનોનું દોહન કરીને ઝડપથી વધી રહેલી આતંકવાદી શિબિરો વધારવામાં આવી છે. એક્ટિવિસ્ટોએ ગિલગિત-બાલ્તિસ્તાન અને પીઓકેના લોકોની દશા પર પ્રકાશ પાડયો હતો.
તેમણે જ્યુડિશરીની ખરાબ સ્થિતિને પણ ઉઠાવી જે સુરક્ષા એજન્સીઓના વધતા હસ્તક્ષેપ વચ્ચે ઘણાં પક્ષપાત ભરેલા નિર્ણયો સંભળાવી રહી છે. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના ચેરમેન શૌકત અલી કાશ્મીરીએ કહ્યુ છે કે અમે આ દેખાવ પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અને ગડબડોને ઉજાગર કરવા માટે કરી રહ્યા છીએ. ક્ષેત્રાં લોકોનો અવાજ દબાવાય રહ્યો છે. પાકિસ્તાન અને ચીનનો સહયોગ લોકોની આ દશા માટે જવાબદાર છે.
શૌકત અલીએ કહ્યુ છે કે અમે દેખાવો દ્વારા આતંકવાદી શિબિરોને સમાપ્ત કરવાની માગણી કરી છે. અમે રાજકીય કેદીઓની મુક્તિ અને નિષ્પક્ષતાની માગણી કરી છે. અમે જ્યુડિશયલ મામલાઓમાં ગુપ્તચર એજન્સીઓના હસ્તક્ષેપને બંધ કરવાની માગણી પણ કરી છે.