સ્વિસ બેંકોમાં ભારતીયોના ખાતા
સ્વિસ બેંકની માહિતીનું દાન-પ્રદાન
સ્વિસ બેંક આપશે ભારત સરકારને સંપૂર્ણ માહિતી
અનેક ભારતીયોની ખુલશે પોલ
માહિતી મળતા જ સ્વિસ બેંકના ભારતીય ખાતેદારને ટેક્સ લાગુ
સ્વિસ બેંકોમાં ભારતીયોના ખાતાઓથી સંકળાયેલી માહિતી સ્વિસ બેંકના અધિકારીઓ ભારતને મોકલવાની તૈયારીમાં છે, જેમાં 30 સપ્ટેમ્બરની ડેડલાઈન પહેલા ભારત અને સ્વિટ્ઝિલેન્ડ બેંકોની સુચનાઓનું પ્રથમ વખત આદાન-પ્રદાન કરશે. આ પહેલા આ બન્ને દેશો ઓટોમૈટિક એક્સચેંન્જ ઓફ કન્ફોર્મેશનમા કરાર સાથે જોડાયેલા હતા આ કરાર 2018માં કરવામાં આવ્યો હતો.
ધ ઈન્ડિયન એક્સપ્રેસએ સ્વિસ ફાઈનાન્સ મિનિસ્ટ્રી અને બર્ન સ્થિત ફેટરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્ક કર્યો હતો આ માહિતી માટે લેખીત જવાબ આપતા સ્વિટ્ઝિલેન્ડના ફેટડરલ ટેક્સ ઓફિસે જણાવ્યું કે ભારતને માહિતી મોકલવી સરળ નથી કારણ કે સ્વિટ્ઝિલેન્ડમાં ભારતીય ખાતાઓની એટલી બધી સુચનાઓ છે કે તેને અમે એક સાથે ન જ મોકલી શકીયે કારણ કે વધારે પડતી સુચનાઓ ભારતીય અધિકારીઓ સાથે અમારે આદાન-પ્રદાન કરવાની રહેશે જે એક સાથે કરવી સરળ નથી.
સ્વિસ એજન્સીઓના મુજબ ભારત એ 73 દેશોમાં સમાવેશ પામે છે કે જાના બેંકોના ખાતાની જાણકારી આ વર્ષ દરમિયાન શેર કરવામાં આવશે, AEOI કરાર ગયા વર્ષે 36 દેશો સાથે કરવામાં આવ્યો હતો તેના સાથે મહત્વની વાતતો છે કે આદાન-પ્રદાનની સંસદીય પ્રક્રીયા પુરી થઈ ચુકી છે જેને લઈને બેંકોની જાણકારી શેર કરવામાં સરળતા પડશે. ભારત સ્થિત ફોરેનટેક્શેસન એન્ડ ટેક્સ રિસર્ચના અધિકારીઓ જણાવ્યું છે કે કરારલક્ષી માહિતી મોકલવા માટે અને પુરી રીતે તૈયાર છીએ માટે તમામ જરુરી વ્યવસ્થા કરવામાં આવી છે , અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીયોના સ્વિસ બેંક ખાતાની માહિતી મળતાની સાથે જ તેઓના ટેક્સ રિટર્ન લાગુ પાડવાની કાર્યવાહી કરવામાં આવશે.આમ હવે ભારતીય સ્વિસ બેંક ધારકોની પોલ બહાર પાડશે આ માહિતી .