1. Home
  2. revoinews
  3. અરુણ જેટલીના ફોન કોલ્સ ડિટેલ્સની જાસૂસી પર સંસદ આકરેપાણીએ, કહ્યુ- આ વિશેષાધિકારનો ભંગ
અરુણ જેટલીના ફોન કોલ્સ ડિટેલ્સની જાસૂસી પર સંસદ આકરેપાણીએ, કહ્યુ- આ વિશેષાધિકારનો ભંગ

અરુણ જેટલીના ફોન કોલ્સ ડિટેલ્સની જાસૂસી પર સંસદ આકરેપાણીએ, કહ્યુ- આ વિશેષાધિકારનો ભંગ

0
Social Share

નવી દિલ્હી: રાજ્યસભાના વિશેષાધિકાર સમિતિએ ભૂતપૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીના ફોન કોલ ડિટેલનું વિવરણ કથિતપણે અનધિકૃતપણે એકઠું કરવાના મામલામાં રેકોર્ડ કરાયેલા ગુનાહિત મામલાને સંપૂર્ણ ગંભીરતાથી આગળ વધારવા માટે દિલ્હી પોલીસને જણાવ્યું છે. સમિતિએ મંગળવારે સભાપતિને સોંપેલા પોતાના 66મા રિપોર્ટમાં જેટલીના મામલામાં કહ્યુ છે કે સાંસદ અનધિકૃત સ્વરૂપે સીડીઆર એકઠું કરવું, જેનાથી તેમના સંસદીય દાયિત્વોના નિર્વાહમાં અડચણ ઉત્પન્ન થાય, અપરાધિક કાયદા હેઠળ ખાનગીપણાના ઉલ્લંઘનનો મામલો તો બને જ છે. તેની સાથે જ સંસદીય વિશેષાધિકારનો મામલો પણ છે. સમિતિએ ગૃહ મંત્રાલયના માધ્યમથી દિલ્હી પોલસના આ મામલામાં નોંધાયેલા કેસને ગંભીરતાથી આગળ વધારવાનો નિર્દેશ આપ્યો, તેનાથી દોષિતોને સજા મળી શકે, તેની સાથે જ સમિતિને આ મામલાના ન્યાયિક નિર્ણયથી પણ અવગત કરાવવા જણાવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 2013માં રાજ્યસભામાં વિરોધ પક્ષના તત્કાલિન નેતા અરુણ જેટલી દ્વારા દાખલ કરાવવામાં આવેલા આ મામલામાં વિશેષધિકાર સમિતિએ મે-2015માં 61મો રિપોર્ટ આપ્યો હતો. પરંતુ કેટલાક સાંસદો દ્વારા આ મામલા પર ફરીથી વિચારણા કરવાની માગણી પર સમિતિએ ફરીથી મામલાની તપાસ કરીને સાંસદોના સીડીઆર એકઠા કરવાના વિષય પર દિલ્હી પોલીસ કમિશનર અને ભારતના અટોર્ની જનરલ સાથે વિચારવિમર્શ કરીને 66મા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. વિશેષાધિકાર સમિતિએ અન્ય ત્રણ મામલામાં પણ 67મા, 68મા અને 69મા રિપોર્ટમાં પોતાની ભલામણોને સભાપતિને સોંપી છે. તેમા સમિતિએ ટેલિવિઝન ચેનલો પર અપુષ્ટ અહેવાલોનું પ્રસારણ કરવાના મામલામાં સરકારને તમામ ટેલિવિઝન ચેનલો માટે આવશ્યક દિશાનિર્દેશ જાહેર કરવાની પણ ભલામણ કરી છે.

સમિતિએ 69મા રિપોર્ટમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયને ભલામણ કરી છે કે અહેવાલો પ્રસારણમાં તમામ ટેલિવિઝન ચેનલોને સતર્કતા દાખવવાનો દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. સમિતિએ જુલાઈ-2017માં તત્કાલિન રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ વિરુદ્ધ ટેલિવિઝન ચેનલ સુદર્શન ન્યૂઝ દ્વારા અપમાનજનક તથ્ય પ્રસારીત કરવાની ફરિયાદ પર આ ભલામણ કરી છે. સમિતિએ જો કે આ મામલાને વધારે મહત્વ આપવાથી સંસદની ગરિમાના ઘટવાની વાત કહી છે. સમિતિએ ફરિયાદ પર આગોતરી કાર્યવાહી નહીં કરતા મંત્રાલયને કહ્યુ હતું કે દિશાનિર્દેશમાં તમામ ટેલિવિઝન ચેનલોને સંસદીય કાર્યવાહીના પ્રસારણ અને રિપોર્ટિંગમાં સાવધાની દાખવવા અને ગૃહની કાર્યવાહીમાંથી હટાવામાં આવેલા હિસ્સાઓના પુર્નપ્રસારણ કરવાથી બચવાનું કહેવામાં આવે.

સમિતિએ સીપીએમના નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરીને ફેબ્રુઆરી-2016માં ધમકી ભરેલો ફોન કોલ કરવાના મામલામાં દિલ્હી પોલીસે અદાલતમાં વિચારાધીન મામલાના સમાધાન થવા સુધી તેની પ્રગતિથી સમિતિને અવગત કરવાનું જણાવ્યું છે. સમિતિએ એક ધાર્મિક સંગઠનના નેતા સાધ્વી પ્રાચી દ્વારા સાંસદ સંદર્ભે અપમાનજકન ટીપ્પણી કરવાના મામલામાં પણ વિશેષાધિકાર ભંગની કાર્યવાહીને આગળ વધારવાનો ઈન્કાર કરતા કહ્યુ છે કે આરોપિત નિવેદનમાં કોઈ સાંસદનું નામ લેવામાં આવ્યું નથી. સમિતિએ જો કે સાધ્વી પ્રાચીના નિવેદનની ટીકા કરતા કહ્યુ છે કે આવા નિવેદન ઉચ્ચ સંસ્થાઓની ગરમિમાને ઠેસ પહોંચાડે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code