ઓડીશા કરકારનું સરહાનિય કામ
પદ્મ પુરસ્કારીઓને અપાશે દર મહિને 10 હજાર રુપિયા
પદ્મ પુરસ્કારીઓની આર્થિક હાલત કથળતા લેવાયો નિર્ણય
કુલ 45 લોકો પદ્મ પુરસ્કારથી સન્માનિત
ઓડીશા સરકારે એક નવી પહેલ કરી છે જેમાં જે લોકોને ભૂતકાળમાં પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે અને જેઓ હાલ આર્થિક રીતે નબળા છે તેઓ ને ઓડીશા સરકાર દર મહિને 10 હજાર રુપિયા આપશે જેના કારણે આર્થિક રીતે તેઓ સધ્ધર બની શકે અને જીવન નિર્વાહમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અધિકારોના જણાવ્યા મુજબ ઓડીશાના મુંખ્યમંત્રી નવીન પટનાયકે સંસ્કૃતિ વિભાગ તરફથી મળેલા આ પ્રસ્તાવને મંજુરી આપી છે,પટનાયકે પદ્મ પુરસ્કાર મેળવનારાઓ વિશે તેમની આર્થિક પરિસ્થિતી વિશે સંસ્કૃતિ વિભાગને સંપૂર્ણ માહિતી આપવા જણાવ્યું હતું અને આ માહિતી મળ્યા બાદ તેઓએ આ પ્રસ્તાવને મંજુરી આપી હતી.
પદ્મ પુરસ્કારથી સન્માનિત ઈલધર નાગ ,દૈતારી નાઈક, કમલા પૂજારી અને જીતેન્દ્ર હરીપાલ પોતાના ખરાબ હાલત સામે ઝજુમી રહ્યા હતા, જેમાં 2018માં પદ્મ પુરસ્કાર મેળવનાર 75 વર્ષના નાઈકે પોતાનો પુરસ્કાર પરત કરવા જણાવ્યું હતુ કારણ કે પુરસ્કાર મળવાના કરાણે ગામના લોકો તેમને કામ પણ આપતા ન હતા જેને લઈને તેઓ બેકારીનો ભોગ બન્યા હતા અને રોજી રોટી માટે ફાફા પડતા હતા.લોકો એમ માનતા હતા કે કામ કરવોને તેઓ લાયક નથી કારણ કે તેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે આમ તેમના માટે તો પુરસ્કાર અભિશાપ બલ્યા હતો.
નાઈકે એક વાતચીતમાં કહ્યું હતુ કે “લોકો મને કામ નથી આપતા લોકો માને છે કે મારા માટે તે કામ યોગ્ય નથી” અત્યાર સુધી રાજ્યના કુલ 84 લોકોને આ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાંથી 45 લોકો સ્વર્ગલોક પામ્યા છે જ્યારે બાકીના 35 લોકો બેરોજગારીનો ભોગ બન્યા છે આ લોકોએ રોજી રોટી મેળવવા માટે ધણો સંઘર્ષ કરવો પડે છે, સન્માન મળ્યા બાદ તેઓ ન ઘરના ન ઘાટના થઈ ગયા છે જેને લઈને ઓડીશા સરકારે દર મહિને તેઓને 10 હજાર રુપિયા ભથ્થુ પેઠે આપવાનું નક્કી કર્યું છે. સરકારના આ સરહાનિય કામથી પદ્મ પુરસ્કાર મેળવનારાઓ ને હવે રાહત મળશે.