ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે. અહિના રેલ્વે સ્ટેશન પર એક 72 વર્ષના વયોવૃધ્ધને ટ્રેનમાં ચડતા અટકાવવામાં આવ્યા હતા. આ કરવા પાછળનું કારણ જાણી ને સૌ કોઈ હેરાન રહી ગયું હતુ. વૃધ્ધને ટ્રેનમાં નહી ચડવા દેવાનું કારણ માત્ર એટલું જ હતું કે આ વૃધ્ધનો પહેરવેશ ધોતી-કુર્તો હતો અને પગમાં ચપ્પલ હતા.
મળતી માહિતી મુજબ આ વૃધ્ધ શતાબ્દિ એક્સપ્રેસમાં ગાઝિયાબાદ જવા માટે પ્લેટફોર્મ પર ઊભા હતા અને તેમના પાસે ગાઝિયાબાદ જવા માટે સી-2 કોચની કનફોર્મ ટીકીટ પણ હતી છતા પણ આ વૃધ્ધને પોતોના પહેરવેશના કારણે રોકવામાં આવ્યા હતા.આ વૃધ્ધને ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવ્યા હતા જેને લઈને વૃધ્ધે ટ્રેનમાં હાજર પોલીસ અને કોચ મેમ્બરના ખરાબ વર્તનને કારણે રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી અને પોલીસે ફરીયાદ નોંધીને આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
આ ધટના 4 જુલાઈની છે જ્યારે ઈટાવા સ્ટેશન પર ટ્રેન આવીને ઊભી રહી હતી તે સમયે વૃધ્ધ રામઅવધ દાસ ગાઝિયાબાદ જવા માટે ટ્રેનમાં બેસવા જતા હોય છે અને અચાનક જ ટીટી અને અને ત્યા હાજર એક સિપાહીએ વૃધ્ધને પકડીને ટ્રેનમાંથી નીચે ઉતાર્યા હતા અને મુસાફરી કરતા રોક્યા હતા કારણ કે આ વૃધ્ધે ધોતી અને કુર્તો પહેર્યો હતો. વૃધ્ધ રામ અવધે પોતોના પર થયેલા અત્યાચારને લઈને રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. રેલ માસ્ટરે આ ધટના પર કોઈજ પ્રકારનો જવાબ કે પ્રતિભાવ આપ્યો ન હતો. આગળ કાર્યવાહી ન થતા રામ અવધે રેલમંત્રીને ફરીયાદ કરવાની ધમકી પણ આપી છે આ ધટનાની તપાસ હાલ રેલ વિભાગ સંબધીત ડીઆરએમ અને આરપીએફને સોંપવામાં આવી છે .