નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ટ્વિટર જોઈન કર્યું છે. જો કે સંઘ પ્રમુખે છેલ્લા અહેવાલ સુધી કોઈ ટ્વિટ કર્યું નથી. તેમણે આઠ લોકોને ફોલો કર્યા છે. જેમાં સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલો અને સહસરકાર્યવાહ સુરેશ જોશી સામેલ છે.
@DrMohanBhagwat નામના આ ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા છેલ્લે 2150 હતી. સંઘ પ્રમુખે જે લોકોને ફોલો કર્યા છે, તેમાં મુખ્યત્વે આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમાર, અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ અનિરુદ્ધ દેશપાંડે અને સહસરકાર્યવાહ કૃષ્ણ ગોપાલનો પણ સમાવેશ થાય છે.
સંઘ પ્રમુખે ગત મહીનાની શરૂઆતમાં નવી એનડીએ સરકાર પાસેથી અનુચ્છેદ-370 પર નિર્ણય લેવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સરકારથી કાશ્મીરમાં અનુચ્છેદ-370 સમાપ્ત કરવાની આશા કરવામાં આવે છે.
અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે આરએસએસ સુપ્રીમ કોર્ટને નિર્ણયની રાહ જોશે. જો લોકસભાની ચૂંટણી પહેલા કોર્ટનો ચુકાદો આવી જાય તો તેનાથી ચૂંટણી પ્રભાવિત થવાની આશંકા હતી. હવે જલ્દીથી કોર્ટના ચુકાદાની આશા છે.