અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, ગાંદરબલ અને કંગનની પહાડીઓમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાના અહેવાલ છે. સૂત્રોનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરે તેવી શક્યતા છે. બાલટાલ રુટથી આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે.
મહત્વપૂર્ણ છે કે 1 જુલાઈથી બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા 15મી ઓગસ્ટે શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન સુધી ચાલશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બે દિવસીય કાશ્મીર યાત્રા કરી હતી. તેમણે અમરનાથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે સુરક્ષા અધિકારીઓને કડક નિર્દેશ જાહેર કર્યા છે કે તીર્થયાત્રીઓની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી બર્દાશ્ત કરાશે નહીં.