HomerevoinewsTDPના 3, કોંગ્રેસના 2 નેતા ભાજપમાં થયા સામેલ, વિપક્ષી પાર્ટીઓને મોટો આંચકો

TDPના 3, કોંગ્રેસના 2 નેતા ભાજપમાં થયા સામેલ, વિપક્ષી પાર્ટીઓને મોટો આંચકો

અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં સામેલ થનારા નેતાઓની વણથંભી વણઝાર હવે ભાજપના દિલ્હી ખાતેના મુખ્યમથક પર જોવા મળી રહી છે.

ભાજપમાં સામેલ થઈ રહેલા વિપક્ષી નેતાઓનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે.

દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં ટીડીપીના વધુ ત્રણ અને કોંગ્રેસના બે નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

ટીડીપીના ભાજપમાં સામેલ થનારા ત્રણ નેતાઓમાં ઈ. પેડીરેડ્ડી, બોડે જનાર્દન અને સુરેશ રેડ્ડીનો સમાવેશ થઈ રહ્યો છે.

જ્યારે ભાજપમાં સામેલ થનારા બે કોંગ્રેસી નેતામાં શશીધર રેડ્ડી અને શેખ રહમતુલ્લાનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments