બિમલ જાલાન સમિતિના રિપોર્ટના આધારે ભારતીય રિઝર્વ બેંક પાસે પડેલી જરૂરિયાતથી વધારે અનામત મૂડીમાંથી કેન્દ્ર સરકારને ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ મળે તેવી શક્યતા છે. સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ મંગળવારે પોતાના અહેવાલમાં કહ્યું છે કે આ રકમ સરકારને હફ્તા દ્વારા કુલ મળીને ત્રણ વર્ષમાં મળશે. તેનો ઉપયોગ નિયમિત વ્યયમાં થશે.