1. Home
  2. revoinews
  3. કોણ બનશે ભારતના નવા સેનાધ્યક્ષ? લે. જનરલ મુકુંદ નરવાને અને લે. જનરલ રણબીરસિંહ રેસમાં
કોણ બનશે ભારતના નવા સેનાધ્યક્ષ? લે. જનરલ મુકુંદ નરવાને અને લે. જનરલ રણબીરસિંહ રેસમાં

કોણ બનશે ભારતના નવા સેનાધ્યક્ષ? લે. જનરલ મુકુંદ નરવાને અને લે. જનરલ રણબીરસિંહ રેસમાં

0
Social Share

નવી દિલ્હી: દેશના આગામી સેનાધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. હાલના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત આ વર્ષના આખરમાં રિટાયર થશે. બીજી તરફ આગામી સેનાધ્યક્ષ માટે ઉમેદવારોના મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સેનાના ટોચના પાંચ અધિકારીઓના નામ પર આ પદને લઈને વિચાર થઈ રહ્યો છે. જૂની પરંપરા રહી છે કે વરિષ્ઠત્તમ અધિકારીને આ પદ આપવામાં આવતું હતું. પરંતુ તાજેતરના સમયગાળામાં આનાથી અલગ પણ પસંદગી થઈ છે.

ટોપ ફાઈવની યાદીમાં નોર્ધન અને ઈસ્ટર્ન આર્મી કમાન્ડર સૌથી ઉપર હોવાનું માનવામાં આવે છે. બંને પાસે સૈન્ય અભિયાનોનો મોટો અનુભવ છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં પણ તેમને ટ્રેક રેકોર્ડ સારો છે.

લેફ્ટિનેન્ટ જનરલ મુકુંદ નરવાને હશે સૌથી વરિષ્ઠ અધિકારી

લેફ્ટિનેન્ટ જનરલ મુકુંદ નરવાને હાલ ઈસ્ટર્ન આર્મી કમાન્ડર છે. જનરલ રાવતના રિટાયર થયા બાદ તેઓ ઈન્ડિયન આર્મીના સૌથી વરિષ્ઠ અધિકારી હશે. શીખ લાઈટ ઈન્ફેન્ટ્રીના અધિકારી રહેલા લે. જનરલ નરવાનેએ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સની કમાન પણ સંભાળી છે. તેમણે આસામ રાઈફલ્સમાં પણ સેવા આપી છે અને મ્યાંમારમાં ડિફેન્સ અટેચી પણ રહ્યા છે. ડિસેમ્બર – 2017માં તેમણે આર્મી ટ્રેનિંગ કમાન્ડના ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આના પર સવાલ ઉઠયા હતા, કારણ કે તેને ઓછા મહત્વ ધરાવતું પદ માનવામાં આવે છે, જ્યાં કોઈપણ અભિયાનનો અનુભવ પ્રાપ્ત થતો નથી. જો કે સપ્ટેમ્બર-2018માં આર્મીના ટોચના અધિકારીઓ વચ્ચે સંગીત ખુરશી જેવો ખેલ જોવા મળ્યો અને લેફ્ટિનેન્ટ જનરલ નરવાનેને ઓપરેશનની દ્રષ્ટિએ સંવેદનશીલ ઈસ્ટર્ન કમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડમાંથી પહેલા ઘણાં સેનાધ્યક્ષ આવી ચુક્યા છે.

લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહનો કરિયર રેકોર્ડ છે શાનદાર

નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહનું નામ મ્યાંમાર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક્સ સાથે જોડાયેલું છે. તેમનો કરિયર રેકોર્ડ શાનદાર છે. સરકારે 2016માં તેમને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ બનાવીને લીક તોડી હતી. તેમને કોર લેવલના ફોર્મેશનની કમાન સંભાળવા માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.

ડોગરા રેજિમેન્ટના અધિકારી લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહ 2015માં સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવતી વખતે મિલિટ્ર્રી ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટમાં મેજર જનરલ હતા. આ યોજના અને બાદમાં સફળ અભિયાનની જાણકારી તેમણે જ દેશની ટોપ લીડરશિપને આપી હતી. તેઓ ડોગરા રેજિમેન્ટના કર્નલ કમાન્ડન્ટ છે અને જૂન-2018થી નોર્ધન આર્મી કમાન્ડરના પદ પર છે. આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓ સામે મોટા અભિયાન ચલાવ્યા છે. તેમણે ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આર્મીના અભઇયાનો પર નજર રાખી હતી, જેથી પાકિસ્તાન તરફથી કોઈ ખોટી હરકતનો જવાબ આપી શકાય.

સિલેક્શન પ્રોસેસમાં બંન અધિકારીઓના સર્વિસ રેકોર્ડને જોવામાં આવશે, પરંતુ અટકળો એવી પણ છે કે આગામી મહીનાઓમાં મિલિટ્રી ટોપ લિડરશિપમાં પરિવર્તન કરાય તેવી શક્યતા છે. સરકારની સામે ફાઈવ સ્ટાર રેન્કના અધિકારીને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવા અથવા કોઈ ફોર સ્ટાર ઓફિસરને ચીફ ઓફ સ્ટાફ કમિટીના પરમેનન્ટ ચેરમેન બનાવવાનો વિકલ્પ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code