1. Home
  2. revoinews
  3. દિલ્હીના મહરૌલીમાં શિક્ષકે પત્ની અને ત્રણ બાળકોની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ
દિલ્હીના મહરૌલીમાં શિક્ષકે પત્ની અને ત્રણ બાળકોની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

દિલ્હીના મહરૌલીમાં શિક્ષકે પત્ની અને ત્રણ બાળકોની કરી હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

0
Social Share

રાજધાની નવી દિલ્હીમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીના મહરૌલી વિસ્તારમાં વોર્ડ-2માં એક શખ્સે પોતાના ત્રણ બાળકો અને પત્નીની હત્યા કરી છે. આરોપી શખ્સે ચાકૂથી હત્યાને અંજામ આપ્યો છે. બાદમાં માસૂમ બાળકની ગળે ટૂંપો દઈન હત્યા કરી છે. પોલીસે આરોપીને એરેસ્ટ કરીને તપાસ શરૂ કરી છે. હત્યા કરનારાએ એક નોટ પણ લખી છે અને તેમા તેણે કબૂલ્યું છેકે તેણે ચાર લોકોની હત્યા કરી છે.

હાલ એ જાણકારી મળી શકી નથી કે તેણે આ ખોફનાક પગલું કેમ ઉઠાવ્યું. આ શખ્સે તેની બે પુત્રીઓ અને પુત્રની હત્યા કરી છે. મોટી પુત્રીની વય સાત વર્ષ, પુત્રની વય પાંચ વર્ષ અને સૌથી નાની દીકરીની વય બે માસની છે. આરોપીનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે શિક્ષક છે. તેણે શુક્રવારે મોડી રાત્રે એક વાગ્યાથી દોઢ વાગ્યાન વચ્ચે ચારેયની હત્યા કરી છે.

પૂછપરછમાં આરોપીએ ખુદને ડિપ્રેશનનો દર્દી ગણાવ્યો છે. જે મકાનામાં ચાર લોકોની હત્યા કરવામાં આવી છે, ત્યાં આરોપીની માતા પણ રહે છે. તેમણે જોયું કે ઉપેન્દ્ર દરવાજો ખોલી રહ્યો નથી, તો તેમણે સવારે પાડોશીઓને આની માહિતી આપી હતી. બાદમાં પાડોશીઓએ 100 નંબર પર પોલીસને જાણકારી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને કસ્ટડીમાં લીધો છે. હવે તેની પૂછપરછ થઈ રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code