એક ન્યૂઝચેનલની વેબસાઈટ પરના એક્સ્લુઝિવ અહેવાલ મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજરમાં ભારત અને ભારતીય શબ્દથી એટલો વ્યાપક અર્થ નીકળતો નથી, જેટલો કે હિંદુ કહેવાથી. ભારતથી માત્ર એક ભૂખંડ અને દેશનો જ આભાસ થાય છે, જ્યારે હિંદુ કહેવડાવાથી વ્યાપકપણે સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનો પણ બોધ થાય છે. જો કે આરએસએસ ભારતીય અને હિંદુ શબ્દમાં વિશેષ ફરક હોવાનું માનતું નથી. તેમ છતાં પણ તેમની નજરમાં હિંદુ શબ્દ વધારે યોગ્ય માલૂમ પડે છે. આરએસએસએ જ્ઞાન શ્રૃંખલામાં આ વાતનો ખુલાસો કર્યો છે કે ભારતીય અને હિંદુ શબ્દમાં શું યોગ્ય છે.
આરએસએસ હવે પોતાની વિચારધારા અને ચિંતન સંદર્ભે મહત્તમ જાણકારી જનતા સુધી પહોંચાડવામાં લાગેલું છે. સંગઠને સંઘ કો જાનો – મુહિમ પણ ચલાવી છે. વિચારધારાથી જોડાયેલી બાબતોને વધુ સ્પષ્ટ કરાઈ રહી છે. જેથી સંઘ સમર્થકોને સાથે લઈને સામાન્ય જનતા અને વિરોધીઓમાં પણ આરએસએસને લઈને સ્પષ્ટતા થાય॥ સંઘ શું છે, કેવી રીતે કામ કરે છે, હિંદુત્વની વિચારધારા શું છે, સંઘનું દર્શન શું છે, સંઘ કેવી રીતે રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરવા ચાહે છે? આવા તમામ જ્વલંત સવાલોનો આરએસએસએ સાર્વજનિક ઢબે જવાબ આપવાનું શરૂ કર્યું છે. સંઘના બે ટોચના નેતાઓ ડૉ. કૃષ્ણ ગોપાલ અને ડૉ. મનમોહન વૈદ્ય પરસ્પર સંવાદના માધ્યમથી મુદ્દાઓને સ્પષ્ટ કરી રહ્યા છે.
સંઘ સૂત્રોનું કહેવું છે કે સંગઠનને લઈને વિરોધીઓના સ્તર પરથી તમામ પાયાવિહોણી વાતો ઉડાડવામાં આવે છે. તેવામાં સંઘ તરફથી સોશયલ મીડિયા દ્વારા પણ લોકો સુધી પોતાની વાતો પહોંચાડવામાં આવી રહી છે. તેમાં વિશ્વ સંવાદ કેન્દ્ર ખાસ ભૂમિકા નિભાવી રહ્યું છે. સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલ અને ડૉ. મનમોહન વૈદ્ય વચ્ચે તાજેતરમાં જ એક સંવાદ થયો છે, જેમાં હિંદુ અથવા ભારતીય? મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. 11 જૂને વિશ્વ સંવાદ કેન્દ્રની યૂટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ આ ચર્ચમાં ભારતીયના મુકાબલે હિંદુ શબ્દને વધારે અર્થવાળો ગણાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ સ્વીકાર કર્યો છે કે હિંદુ શબ્દનો વધારે ઉપયોગ વિદેશીઓએ કર્યો. ચર્ચ દરમયાન સંઘના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણગોપાલને ડૉ. મનમોહન વૈદ્ય સવાલ કરે છે કે હિંદુ શબ્દ પૌરાણિક નથી.પ્રાચીન પણ નથી. આધુનિક છે. તેને વિદેશીઓએ આપ્યો છે? તેના સંદર્ભે વાત કરતા કૃષ્ણ ગોપાલ કહે છે કે આ વાત તો ઠીક છે. વૈચારીક દ્રષ્ટિથી ભલે બંને શબ્દ સમાનાર્થી જ છે. પરંતુ, ભારત શબ્દથી ભૌગોલિક ઓળખનો આભાસ વધુ થાય છે. ગત દોઢ હજાર વર્ષોથી હિંદુ શબ્દ સમાજની અંદર ઘણો ઘેરો બન્યોછે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને સિંધ, પંજાબ, ગુજરાત, રાજસ્થાનથી લઈને મણિપુર અને આસામ સુધી હિંદુ શબ્દ ઊંડાણપૂર્વક બેઠેલો છે. ગત દોઢ હજાર વર્ષમાં હિંદુ શબ્દનું પ્રચલન વધારે થતું ચાલ્યું છે. એવું પણ નથી કે હિંદુ શબ્દનું પ્રાચીન ગ્રંથોમાં વર્ણન નથી. વિષ્ણુપુરાણમાં ઘણું સુંદર વર્ણન છે. હિમાલયથી લઈને ઈંદુ સરોવર સુધી રહેતો તમામ સમાજ હિંદુ સમાજ કહેવાતો હતો. તેવામાં કહેવામાં આવ્યું છે કે હિમાલયાત સમારભ્ય યાવત ઈંદુ સરોવરમ. તં દેવ નિર્મિત દેશમ હિંતુસ્તાન પ્રચક્ષતે. તેવામાં હિમાલયથી લઈને નીચે સમુદ્ર સુધી રહેલા સમાજને હિંદુ સમાજ ગણાવવામાં આવ્યો છે.
મનમોહન વૈદ્ય સાથે ચર્ચમાં સંઘના નેતા ડૉ. કૃષ્ણ ગોપાલ કહે છે કે ભારત શબ્દથી ભૌગોલિક હોવાનો આભાસ વધારે અને આધ્યાત્મિક ઓછો હોય છે. જ્યારે હિંદુ શબ્દથી આધ્યાત્મિક ભાવ વધારે પેદા થાય છે. મનમોહન વૈદ્યને ઉદાહરણ આપતા કૃષ્ણ ગોપાલ કહે છે કે જ્યારે આપણે નેપાળમાં જઈએ છીએ અને કહીએ છીએ કે ભારતી આવ્યા છીએ, તો તેમને લાગે છે કે વિદેશી આવ્યા છે. પરંતુ જ્યારે આપણે ખુદને હિંદુ કહીએ છીએ, તો તેમને લાગે છે કે પોતાના જ લોકો છે. આવી રીતે અમેરિકામાં જવા પર જ્યારે ખુદને ભારતના કહીએ છીએ, તો લાગે છે કે એક દેશથી આવ્યા છીએ, પરંતુ જ્યારે આપણે ખુદને હિંદુ લોકો ગણાવીએ છીએ, તો તેમને લાગે છે કે એક વિચાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાવાળા લોકો છે. આવા પ્રકારે જોઈએ તો હિંદુ શબ્દ વિશ્વ માટે પ્રતિનિધિત્વ કરનારો બની જાય છે.
કોણ હિંદુ છે? આ મુદ્દાની સ્પષ્ટતા કરતા ડૉ. કૃષ્ણગોપાલ કહે છે કે ઈસ્લામના આવતા પહેલા સુધી તમામ લોકો હિંદુ તરીકે ઓળખતા છે. જ્યારે બંધારણમાં હિંદુ કોડ બિલ આવ્યું, ત્યારે ચર્ચા શરૂ થઈ, ત્યારે હિંદુની વ્યાખ્યા કરવું કઠિન બની ગયું. તે વખતે ડૉ. આંબેડકરે તેને ઘણાં સારા શબ્દોમાં વ્યાખ્યા કરી. તેમણે સૌને સમાહિત કરતા જે મત આપ્યો, તેમના મતને બંધારણીય સભાએ પણ સ્વીકાર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે શૈવ, વૈષ્ણવ, આર્યસમાજી, પ્રાર્થનાસમાજી, લિંગાયત સૌ લોકો હિંદુમાં આવશે. પરંતુ તેમને જ્યારે લાગે કે તેના પર પણ કેટલાક લોકો છૂટી રહ્યા છે, તો ડૉ. આંબેડકરે હિંદુ કોડ બિલમાં કહ્યુ જે લોકો મુસ્લિમ, પારસી, યહુદી નથી, સૌ હિંદુ ગણાશે. આ પ્રકારે જોઈએ તો કોઈપણ જનજાતિના લોકો, ચાહે કોઈપણ ઠેકાણે હોય, જો તેમનું મૂળ ભારતીય છે, તો તે હિંદુ છે. ભલે તે કોઈપણ સંપ્રદાય, મતના કેમ હોય નહીં?