ફોર્બ્સ: દુનિયાની 2000 મોટી કંપનીઓમાં માત્ર 57 ભારતીય કંપનીઓ, ટોપ-200માં રિલાયન્સનો જ સમાવેશ
નવી દિલ્હી: દુનિયાની બે હજાર મોટી શેરબજારમા લિસ્ટેડ એવી પબ્લિકકંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહીત 57 ભારતીય કંપનીઓ સામેલ છે. ઓવરઓલ રેન્કિંગમાં સામેલ ભારતીય કંપનીઓમાં રિલાયન્સ સૌથી ઉપર છે. તેનો ક્રમાંક 71મો છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓમાં રિલાયન્સ 11મા ક્રમાંકે છે. ટોપ -200 કંપનીઓમાં ભારતની માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સામેલ છે. તેના પછી એચડીએફસી બેંક 209મા ક્રમાંકે છે. ફોર્બ્સના ગ્લોબલ 2000 લિસ્ટ-2019માં ગુરુવારે આ હકીકત સામે આવી હતી.
કન્ઝ્યૂમર ફાઈનાન્સમાં એચડીએફસી ટોચની 10 કંપનીઓમાં સામેલ છે. દુનિયાભરની મટી કન્ઝ્યૂમર ફાઈનાન્સ કંપનીઓમાં તેનું રેન્કિંગ સાતમું છે. જ્યારે ઓવરઓલ લિસ્ટમાં તે 332મા સ્થાન પર છે.
ગ્લોબલ 2000 લિસ્ટમાં સામેલ ભારતની દશ મોટી કંપનીઓ
કંપની | રેન્ક |
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ | 71 |
એચડીએફસી બેંક | 209 |
ઓએનજીસી | 220 |
ઈન્ડિયન ઓઈલ | 288 |
એચડીએફસી લિમિટેડ | 332 |
ટીસીએસ | 374 |
આઈસીઆઈસીઆઈ બેંક | 400 |
લાર્સન એન્ડ ટૂબ્રો | 438 |
એસબીઆઈ | 460 |
એનટીપીસી | 492 |
ચીનની ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈના સતત સાત વર્ષથી ટોચ પર છે. લિસ્ટમાં સામેલ 61 દેશોમાં સૌથી વધુ 575 કંપનીઓ અમેરિકાની છે. ચીન અને હોંગકોંગની 309 અને જાપાનની 223 કંપનીઓ યાદીમાં સામેલ છે.
ટોચની 10 કંપનીઓમાં ચીનની 5, અમેરિકાની 4 કંપનીઓ
રેન્ક | કંપની | દેશ |
1 | આઈસીબીસી | ચીન |
2 | જેપી મોર્ગન | અમેરિકા |
3 | ચાઈના કન્સ્ટ્રક્શન બેંક | ચીન |
4 | એગ્રિકલ્ચર બેંક ઓફ ચાઈના | ચીન |
5 | બેંક ઓફ અમેરિકા | અમેરિકા |
6 | એપલ | અમેરિકા |
7 | પિંગ એન્ડ ઈન્શ્યોરન્સ ગ્રુપ | ચીન |
8 | બેંક ઓફ ચાઈના | ચીન |
9 | રોયલ ડચ શેલ | નેધરલેન્ડ |
10 | વેલ્સ ફાર્ગો | અમેરિકા |