નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલા પર કેન્દ્ર સરકાર બેહદ ગંભીર છે. સીઆરપીએપના ડીજી આર. આર. ભટનાગરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ભટનાગર સાથે બેઠક કરી છે. માનવામાં આવે છે કે અનંતનાગમાં પાંચ જવાનોની શહાદતનો બદલો કેવી રીતે લેવામાં આવશે? તેના પર બંને અધિકારીઓએ ચર્ચા કરી છે. આના સિવાય હાલની પરિસ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે, આર. આર. ભટનાગરે ગૃહ સચિવ રાજીવ ગૌબાને સીઆરપીએફની જવાબી કાર્યવાહીની વિગતો આપવામાં આવી છે. ભટનાગરે કહ્યુ છે કે ઘટનાસ્થળે એક ફિદાઈનને ઠાર કરવામાં આવ્યો છે. સીઆરપીએફની પાસે રહેલા મોબાઈલ અને સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ ઉજાગર થાય છે કે માત્ર એક ફિદાઈન હતો. તેની સાથે જ તેમણે અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે પણ જાણકારી આપી છે.
પુલવામા હુમલા બાદ આ આતંકવાદીઓનો મોટો હુમલો હતો. અમરનાત યાત્રાથી પહેલા તે રુટ પર આંતકવાદી હુમલામાં પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે. આ હુમલા બાદ 17 દિવસ બાદ શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા સરકાર માટે મોટો પડકાર બની ચુકી છે.
આતંકી હુમલામાં શહીદ થનારા જવાનોમાં-
રમેશકુમાર, એએસઆઈ – ઝ્જ્જર, હરિયાણા
નિરાદ શર્મા, એએસઆઈ- નાલબારી, આસામ
સતેન્દ્રકુમાર, કોન્સ્ટેબલ- મુઝફ્ફરનગર, યુપી
કુમાર કુશવાહા, કોન્સ્ટેબલ- ગાઝીપુર, યુપી
સંદીપ યાદવ, કોન્સ્ટેબલ- દેવાસ, એમપી
અનંતનાગ હુમલાન જવાબાદારી અલ ઉમર મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને લીધી છે. આ આતંકી જૂથનો ચીફ મુશ્તાક જરગર છે. બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ તે નિશાના પર હતો. મુશ્તાક જરગરને 1999માં આઈસી-814ના અપહ્રત પ્રવાસોઓના બદલામાં મસૂદ અઝહર અને શેખ ઉમરની સાથે મુક્ત કરવામાં આવ્યો હતો.