ગાયબ વિમાન AN-32 પર મોટો ખુલાસો, 14 વર્ષ જૂના SOS સિગ્નલ યુનિટથી ચલાવવામાં આવતું હતું એરક્રાફ્ટ
ભારતીય વાયુસેનાના રશિયા નિર્મિત એએન-32 પરિવહન વિમાનના ગાયબ થયા પછી ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે, એએન-32માં દે એસઓએસ સિગ્નલ યુનિટ હતું, તે 14 વર્ષ જૂનું હતું. એએન-32એ ગ્રાઉન્ડ કંટ્રોલર્સ સાથે સોમવારે બપોરે 1 વાગ્યાથી કોમ્યુનિકેટ કરવાનું બંધ કરી દીધું હતું. સોમવારે બપોરે આસામના જોરહાટથી ઉડ્યા પછી લગભગ 33 મિનિટ પછી તે વિમાન ગાયબ થઈ ગયું હતું અને વિમાનમાં 13 લોકો સવાર હતા. આ વિમાનમાં સિંગલ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર (ઇએલટી) હતું. તેને એસએઆરબીઈ-8 કહે છે જે બ્રિટિશ ફર્મ સિગ્નેચર ઇન્ડસ્ટ્રી દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવ્યું હતું. એસએઆરબીઈ-8ને એએન-32ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું, જેથી તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સિગ્નલ મોકલી શકે.
ડિસ્ટ્રેસ સિગ્નલને એક સેટેલાઇટ દ્વારા પકડવામાં આવતું હતું જે કોસપાસ સારસટ (ઇન્ટરનેશનલ સેટેલાઇટ એડેડ સર્ચ એન્ડ રેસ્ક્યુ ફેસિલિટી) સાથે સંબંધિત હતું. આ ઉપરાંત ડિસ્ટ્રેસ સિગ્નલને શોધ પર નીકળેલા વિમાને પણ સાંભળ્યું હતું જે 243 એમએચઝેટ પર ટ્યુન કરવામાં આવ્યું હતું, જે ઇન્ટરનેશનલ એર ડિસ્ટ્રેસ ફ્રિક્વન્સી છે.
સિગ્નેચર ઇન્ડસ્ટ્રીઝના સંદર્ભમાં 2004ની એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે, ‘SARBE 5, 6,7 અને 8 મોડલના ઓર્ડરને ફક્ત 5 જાન્યુઆરી સુધી જ સ્વીકારવામાં આવશે. તેની ડિલિવરી 2005માં જ પ્લાન કરવામાં આવી હતી. બેટરી, સ્પેર, સર્વિસ અને સપોર્ટ આ તારીખ પછી પણ તેમાં રહેશે.‘ આ નોટમાં કહેવામાં આવ્યું કે, ‘આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરનારા ઓર્ગેનાઇઝેશને એ ધ્યાનમાં લેવું જોઈએ કે પર્સનલ લોકેટર બીકોન્સ માટે સેટેલાઇટ મોનિટરિંગ ફેસિલિટીઝમાં ફેરફારનો મતલબ છે કે જૂની પ્રોડક્ટ્સ 2009 સુધી સાવ જૂની પડી જશે.’ SARBE 8 ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરને SARBE G2R-ELT યુનિટ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યું હતું, જેને ઓરોલિયા દ્વારા વેચવામાં આવ્યું છે. આ એક યુએસ અને ફ્રાન્સ આધારિત કંપની છે જે 2006માં બની હતી.
ભારતીય વાયુસેના કે જે AN-32નું લોન્ટ કસ્ટમર હતું, તેણે 1986માં તેની શરૂઆત કરી હતી. વર્તમાનમાં ભારતીય વાયુસેના 105 વિમાનોને સંચાલિત કરે છે જે ઊંચા ક્ષેત્રોમાં ભારતીય સૈનિકોને સજ્જ કરવા અને સ્ટોક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં ચીની સરહદ પણ સામેલ છે. 2009માં ભારતે 400 મિલિયનનો કોન્ટ્રાક્ટ યુક્રેન સાથે કર્યો હતો જેમાં એએન-32ની ઓપરેશન લાઇફને અપગ્રેડ અને એક્સટેન્ડ કરવાની વાત હતી. અપગ્રેડ કરવામાં આવેલું એએન-32 આરઈ એરક્રાફ્ટ 46માં 2 કોન્ટેમ્પરરી ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર્સ સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ એએન-32ને હજુ સુધી અપગ્રેડ કરવામાં આવ્યું નહોતું. જોકે હજુ સુધી વિમાન વિશે કોઈ જાણકારી મળી શકી નથી. આ શોધમાં ઇન્ડિયન નેવી પણ પોતાના પી-8 મેરીટાઇમ એરક્રાફ્ટ સાથે લાગી ગયું છે.