IAS અધિકારીનું વિવાદીત ટ્વિટ “થેંક્સ યૂ ગોડસે 30.1.48 માટે”!, NCPએ કરી સસ્પેન્ડ કરવાની માગણી- વિવાદીત ટ્વિટ ડિલિટ
નવી દિલ્હી: આઈએએસ અધિકારી નિધિ ચૌધરી મહાત્મા ગાંધીને લઈને કરવામાં આવેલા ટ્વિટને લને વિવાદોમાં ફસાયા છે. એનસીપીએ તેમને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. આઈએએસ અધિકારી નિધિ ચૌધરીએ મહાત્મા ગાંધી પર ટ્વિટ કરતા લખ્યું છે કે 150 વર્ષથી અસાધારણ ઉત્સવ વર્ષ ચાલી રહ્યું છે. આ યોગ્ય સમય છે, જ્યારે આપણે તેમને ચહેરો નોટો પરથી હટાવી દઈએ. દુનિયામાં તમામ સ્થાનો પરથી તેમની મૂર્તિઓ હટાવી દઈએ અને તેમના નામ પર બનેલી સંસ્થાઓ તથા રોડના નામ બદલી નાખીએ. આ એક વાસ્તવિક શ્રદ્ધાંજલિ હશે. આ સિવાય નિધિ ચૌધરીએ ગોડસેને ધન્યવાદ અદા કરતા લખ્યું હતું કે થેન્ક્સ યૂ ગોડસે 30.1.48 માટે.
જો કે આ વિવાદ થયા બાદ નિધિ ચૌધરીએ પોતાનું ટ્વિટ હટાવી લીધું છે. નિધિએ આ ટ્વિટ 17મી મેના રોજ કર્યું હતું. આ રહ્યું નિધિનું તે ટ્વિટ જે વિવાદોમાં આવ્યું છે.
ટ્વિટને હટાવાયા બાદ નિધિ ચૌધરીએ કેટલાક કલાક પહેલા ટ્વિટ કરીને આના સંદર્ભે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યુ છે કે 17મી મેના રોજ ગાંધીજી પર કરવામાં આવેલી પોસ્ટ હું ડિલિટ કરી રહી છું. કારણ કે કેટલાક લોકો આને ખોટી રીતે લઈ રહ્યા છે. જે લોકો મને વર્ષ – 2011થી ટ્વિટર પર ફોલો કરી રહ્યા છે, તે મારી ગાંધીજી સંદર્ભેની ભક્તિને જાણે છે. હું તેમનું અપમાન કદાપિ કરી શકું નહીં. હું આખરી દમ સુધી તેમનું સમ્માન કરતી રહીશ.
એનસીપીના નેતાએ નિધિ ચૌધરીના આ વિવાદીત ટ્વિટને લઈને તેમના સસ્પેન્શનની માગણી કરી છે. એનસીપીના નેતા જિતેન્દ્ર અહદે કહ્યુ છે કે અમે નિધિ ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગણી કરીએ છીએ. તેમણે મહાત્મા ગાઁધી વિરુદ્ધ અપમાનજનક ટ્વિટ કર્યું. તેમણે નાથુરામ ગોડસેનું મહિમામંડન કર્યું, તેને સહન કરવામાં નહીં આવે.
મહત્વપૂર્ણ છે કે નિધિ ચૌધરી હાલ બીએમસીમાં જોઈન્ટ મ્યુનિસિપલ કમિશનર (વિશેષ) છે. આ પહેલા પણ તેઓ એ સમયે ચર્ચામાં આવ્યા કે જ્યારે ખુદના સીતા અને દ્રૌપદી જેવા અનુભવોમાંથી પસાર થવાની વાત કહી હતી. તેમણે એક પછી એક ઘણાં ટ્વિટ કરતા કહ્યુ હતુ કે કાશ દ્રૌપદી આખરી સ્ત્રી હોત કે જેને જાહેરમાં પ્રતાડિત અને લજ્જિત કરવામાં આવી. દરેક સ્ત્રીના જીવનમાં આજે પણ મહાભારત ચાલુ છે. ધન્યવાદ ભારત. યુગ કોઈપણ હોય સીતાની માસૂમિયતનો ફાયદો ઉઠાવવા માટે સાધુના વેશમાં એક નહીં અનેક રાવણ આ જ જાય છે. પરંતુ તેને બચાવવા એકપણ રામ આવતા નથી.
પોતાના આ ટ્વિટને લઈને નિધિ ચૌધરીએ કહ્યું હતું કે આ તેમના અંગત વિચાર છે.