અલગ-અલગ પ્રકારના લગ્નોના કિસ્સા તમે ખૂબ સાંભળ્યા હશે. પરંતુ આજે એવા લગ્નની વાત કરવાની છે કે જેમાં વરરાજાના માતાપિતા સુધી બધું નકલી હતું.
મામલો રાજસ્થાનના સીકરનો છે. અહીં એક શાતિર વરરાજાએ એકદમ ફિલ્મી અંદાજમાં નકલી માતાપિતા સાથે જાન લઈને આવીને લગ્ન કર્યા છે.
આરોપ છે કે સીકરમાં ત્રણ બાળકોના પિતા ઈમરાનખાને પોતાનું નામ બદલીને કબીર શર્મા કર્યું અને એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા યુવતીના ઘરવાળાઓને ભરોસો દેવડાવવા માટે આ નકલી વરરાજાએ નકલી માતાપિતા પણ ઉભા કર્યા હતા. એટલું જન નહીં. આરોપી વરરાજા નકલી કાકા-કાકી અને મામા-મામી બનાવીને યુવતીના ઘરે પહોંચ્યો હતો.
કબરી શર્મા નામ જણાવીને યુવતી સાથે લગ્ન કરનારા આરોપીએ પોતાના નક્લી પરિવાજનો અને સગાસંબંધીઓ સાથે મળીને યુવતીવાળાના ઘરે પહોંચીને નકલી ચાંદલાની રસમ અદાયગી પણ કરી હતી.
ચાંદલાની રસમ અદાયગી બાદ યુવકના પરિવારજનોને સાથે જોઈને યુવતીના ઘરવાળાઓને તેના પર ભરોસો બેસી ગયો અને તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે તે નકલી જાન લઈને લગ્ન માટે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ધામધૂમથી લગ્ન પણ કર્યા હતા.
આરોપી યુવકે પોતાની ઓળખ છૂપાવીને યુવતી સાથે લગ્ન કરીને યુવતીના ઘરવાળા પાસેથી 11 લાખ રૂપિયાનું દહેજ પણ લીધું હતું અને કોઈને આખા મામલામાં તેના નકલી હોવાની ભનક સુદ્ધાં લાગી નહી.
ખુદને જયપુરના વતની ગણાવીને યુવતી સાથે લગ્ન કરનારા આરોપી ઈમરાન ખાનની પોલ ત્રણ માસમાં જ ખુલી ગઈ. જો કે આખા મામલાની જાણકારી મળ્યા બાદ તેની સાથે લગ્ન કરનારી યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. યુવતી તેની સાથે થયેલા વિશ્વાસ ઘાતના આરોપને કારણે ભાંગી પડી હતી.
વિશ્વાસઘાતની વાત સામે આવ્યા બાદ યુવતીના પરિવારજનોએ આરોપી ઈમરાન ખાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને આરોપ લગાવ્યો હતો કે તે પહેલેથી જ ત્રણ બાળકોનો પિતા છે અને છેતરપિંડી કરીને તેણે લગ્ન કર્યા છે.