મથુરા: પિટાઈથી ઈજાગ્રસ્ત લસ્સી વિક્રેતાના પુત્ર ભરત યાદવનું મોત, આરોપી ફહીમની ધરપકડ, પાંચની તલાશ ચાલુ
મથુરા: યુપીના મથુરા જિલ્લામાં તાજેતરમાં સમુદાય વિશેષના કેટલાક યુવકોના માર મારવાથી ખરાબ રીતે ઘાયલ એક લસ્સી વિક્રેતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યા બાદ વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. લસ્સી વિક્રેતાના મોતના અહેવાલ બાદ નારાજ વેપારીએ રવિવારે મૃતકની લાશ બજારમાં રાખીને જામ લગાવી દીધો હતો અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રે રમઝાન માસ અને બે સમુદાયોની વચ્ચેના મામલાને જોતા તાત્કાલિક બજાર તથા મિશ્રિત વસ્તીવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી હતી.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક સત્યાર્થ અનિરુદ્ધ પંકજ પણ સિટી પોલીસ અધિક્ષક રાજેશકુમાર સિંહ સહીત ચૌક બાજાર પહોંચ્યા અને વેપારીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન આપીને તેમણે બજાર ખોલાવ્યું હતું. એસએસપીએ જણાવ્યુ છે કે એક આરોપી ફઈમની ધરપકડ કરવામાં આવી છે અને હનીફ, સાજિદ, અરશદ, સુહેલ અને શાહરુખની શોધખોળ ચાલી રહીછે. આરોપીઓને પકડવા માટે ચાર ટીમોને કામગીરી સોંપવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે 18મી મેની રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ શહેરની ગીચ વસ્તીવાળા ઘીયામંડી ચૌકબાજારમાં આવેલા નત્થા લસ્સી વાળાના નાકા પર કેટલાક યુવકો રોઝા ખોલવા માટે લસ્સી પીવા માટે પહોંચ્યા હતા. તેમનો અને દુકાનદારના પુત્ર ભરત યાદવ વચ્ચે લેતીદેતી મામલે વિવાદ થયો હતો. આરોપીઓએ અને તેમના દ્વારા પોતાના મહોલ્લામાંથી બોલાવવામાં આવેલા દોઢ ડઝન અન્ય યુવકોએ ભરત યાદવને ખરાબ રીતે માર માર્યો હતો. ગંભીરપણે ઘવાયેલા ભરતને પરિવારજનો પહેલા જિલ્લા હોસ્પિટલ અને બાદમાં આગ્રા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. શનિવારે રાત્રે તેનું નિધન થયું હતું.
આ ઘટનાને કારણે આખા વિસ્તારના વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. તેમણે બજાર બંધ કરીને જામ લગાવ્યો હતો અને મૃતકની લાશને બજારમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.