કર્ણાટકના બેંગાલુરુ સાઉથ બેઠક પરથી જીતનારા ભાજપના સૌથી યુવાન સાંસદ તેજસ્વી સૂર્યાએ સંસદમાં પ્રથમ વખત એમપી તરીકે જઈને સીડીઓ પર માથું નમાવીને પ્રમાણ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે તેઓ આજે ભાજપના સંસદીય દળ અને એનડીએના નેતાને પસંદ કરવાની પ્રક્રિયામાં સામેલ થવા માટે સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા છે.
બેંગાલુરુ સાઉથથી ભાજપના યુવા નેતા તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસના કદ્દાવર નેતા બી. કે. હરિપ્રસાદને ત્રણ લાખ 31 હજાર 192 વોટથી હરાવીને જીત પ્રાપ્ત કરી છે. મોદી લહેરની સુનામીમાં તેજસ્વીને મોટી જીત મળી છે. શનિવારે તેજસ્વી સૂર્યાએ પણ સંસદ પહોંચીને સંસદની સીડીઓને ચુમીને તેને પ્રમાણ કર્યા હતા.
તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે સાંસદ તરીકે ચૂંટાયા બાદ મારું પહેલું કાર્ય મારા બાળપણના હીરો બાબાસાહેબ આંબેડકરને પ્રણામ કરવાનું છે. ઘણાં અભાવવાળા વાતાવરણમાં જન્મેલા બાબાસાહેબ આંબેડકર આપબળે દેશના પ્રભાવશાળી સ્કોલર-નેતા બન્યા હતા. તેઓ સૌના પ્રેરણાસ્ત્રોત છે. આપણે તેમના દ્વારા આપવામાં આવેલા બંધારણમાં તાજી ઊર્જાનો સંચાર કરીએ.
તેજસ્વી સૂર્યાએ એક ટ્વિટમાં બેંગાલુરુ સાઉથ બેઠકના મતદાતા અને લોકોનો આભાર માન્યો છે. તેમણે લખ્યું છે કે ભાજપને મળેલો એક સામાન્ય ભારતીયનો વોટ પીએમ નરેન્દ્ર મોદીની જીવન તપસ્યા અને તેમના દ્વારા માતૃભૂમિની કરવામાં આવેલી સેવાની પ્રશંસા છે. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં ન્યૂ ઈન્ડિયા અને ન્યૂ બેંગાલુરુ માટે કામ કરવાનો સંકલ્પ કર્યો છે.
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ દિવંગત અનંતકુમારના પત્નીના આશિર્વાદ પણ લીધા હતા. તેઓ અદમ્ય ચેતનાના 12મા ધોરણથી સ્વયંસેવક રહ્યા છે અને તેમણે અનંત કુમારના પત્નીને વાયદો કર્યો છે કે તેઓ આ ફાઉન્ડેશનમાં મોટા સ્તરે મદદરૂપ થશે.
ભાજપના સૌથી યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ હાલની લોકસભાના સૌથી યુવા સાંસદ ચંદ્રાની મુરમુને પણ અભિનંદન પાઠવ્યા છે. ચંદ્રાની મુર્મૂ ઓડિશાની કેઓન્જાર બેઠક પરથી સાંસદ બન્યા છે. ચંદ્રાની મુર્મૂની વય 25 વર્ષની છે અને તેઓ વંશવાદી રાજનીતિ સાથે સંબંધિત નથી.