ગોઝારો ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે: બાગપત પાસે નોઈડાના ચાર મેડિકલ સ્ટૂડન્ટ્સના અકસ્માતમાં મોત
નવી દિલ્હી: યુપીના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે થયેલા અકસ્માતમાં ગ્રેટર નોઈડાની શારદા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની અને ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં એક અન્ય વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ છે. દુર્ઘટનાના શિકાર પાંચેય સ્ટૂડન્ટ્સ મેડિકલ થર્ડ ઈયરમાં અભ્યાર કરતા હતા.
અહેવાલ છે કે દુર્ઘટના ચાંદીનગર પોલીસ સ્ટેશનના સરફાબાદ ગામ નજીક થઈ હતી. અહીં એક ઉભા રહેલા કન્ટેનર સાથે ઝડપથી આવતી કાર અથડાય હતી. જેમાં કારની છત સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ હતી. પોલીસે મૃતક સ્ટૂડન્ટ્સની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે.
ખેકડાના સીઓ રાજીવપ્રતાપ સિંહે કહ્યુ છે કે નોઈડાની શારદા યુનિવર્સિટીના સ્ટૂડન્ટ્સ હિમાચલ પ્રદેશથી પાછા ફરી રહ્યા હતા. તે વખતે બાગપતના સરફાબાદ ગામ નજીક એક્સપ્રેસ વેના કિનારે ઉભેલા કન્ટેરનર સાથે કાર અથડાય હતી. કારમાંથી મળેલા આઈ કાર્ડ મુજબ મૃતકોની ઓળક પંજાબના શ્રીકાંત ઢીંગરા, રામપુરના સુહૈબ, ગંગાનગરના અભિષેક સોની અને કરિશ્મા ઢીંગરા તરીકે થઈ છે. દુર્ઘટનામાં ચાર સ્ટૂડન્ટ્સના મોત નીપજ્યા છે. જ્યારે એક અન્ય સ્ટૂડન્ટ આંચલ ઈજાગ્રસ્ત છે.
ઘાયલ સ્ટૂડન્ટનને દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવી છે. તમામ સ્ટૂડન્ટ્સ નોઈડાની શારદા યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં અભ્યાસ કરતા હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોચેંલી પોલીસે કારને ક્રેનની મદદથી કન્ટેનર નીચેથી બહાર કાઢી છે. કારની છત સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે. પોલીસે શારદા યુનિવર્સિટીના અધિકારીઓને ઘટનાની જાણકારી આપી છે અને મૃતકોમાં જીવ ગુમાવનારા સ્ટૂડન્ટ્સની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. કન્ટેનરના ચાલક અને કન્ડક્ટર ફરાર થઈ ગયા છે. પોલીસ બંનેની શોધખોળમાં લાગી ગઈ છે.