મશહૂર ગાયિકા અનુરાધા પોંડવાલ પુત્રના મોત બાદ જીવી રહ્યા છે કંઈક આવી લાઈફઃ- કોરોનાના દર્દીઓની કરી રહ્યા છે મદદ
- મશહૂર ગાયિકા અનુરાધા પોંડવાલનું જીવન બદલાયું
- પુત્રના મોત બાદ એકલા પડી ગયા
- હાલ કોરોનાના દર્દીઓની કરે છે સેવા
મુંબઈઃ-જ્યારે પણ બોલિવૂડમાં કોઈ સ્ત્રી ગાયિકાની વાત થાય છે ત્યારેલતા મંગેશકર અને આશા ભોંસલે યાદ કરવામાં આવે છે. આ પછી, લોકો અલ્કા યાજ્ઞિકને પણ યાદ કરે છે, પરંતુ આ દરમિયાન એક અન્ય ગાયક છે જેણે બોલિવૂડ અને ભક્તિ ગીતોમાં ઘણી માનના મેળવી છે.અને તે છે સશહૂર ગાયિકા અનુરાધા પૌડવાલ,તેમના અવાજથી લોકો મંત્રમુગ્ધ થયા છે.
તેમણે વર્ષ 1973 માં આવેલી ફિલ્મ ‘અભિમાન’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં, તેમણે એક શ્લોક ગાયો હતો. આ પછી વર્ષ 1976 માં આવેલી ફિલ્મ ‘કાલિચરણ’માં પણ તેમણે પોતાના અવાજનો જાદુ શ્રોતાઓ પર ચલાવ્યો. તેમણે ફિલ્મ ‘આપ બીતી’ નું એકલ ગીત ગાવાનું શરૂ કર્યું. ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું હતું, જેની સાથે અનુરાધાએ ઘણા વધુ પ્રખ્યાત ગીતો ગાયા છે. વિતેલું વર્ષે અનુરાધા માટે ખૂબ જ ઉદાસીછઈ ભર્યું રહ્યું હતું. તેણે પોતાનો એકને એક માત્ર પુત્ર આદિત્યને ગુમાવ્યો હતો.ત્યાર બાદ તેમજના જીનવમાં નિરાશઆ પસરી ગઈ.
અનરાધાએ પોતોના પુત્ર આદિત્યને માત્ર 35 વર્ષની ઉમરે ગુમાવ્યો હતો.આ હાદસામાંથી અત્યાર સુધી તેઓ બહાર નીકળી શક્યા નથી, તેઓ સતત પોતાના પુત્ર સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, આ સાથે પુ્ત આદિત્યના નામથી ઘણઈ ચેરિટી કરી રહ્યા છે.
મીડિયા સાથેના એક ઈન્ટર્વ્યૂ દરમિયાન અનુરાધાએ જણાવ્યું હતુંકે, આદિત્ય હંમેશા મારી સાથે છે.તે મારા દિલમાં છે,હું અને આદીત્ય એક જ છીએ,તે મારા જીવનનો અભિન્ન એક ભાગ છે, આદિત્ય તેની માતાને છોડીને નથી ગયો.
અનુરાધા આ કોરોનાના સમયમાં અનેક લોકોની મદદ કરી રહ્યા છે,તેઓ હોસ્પિટલમાં ઓક્સજન અને વેન્ટિલેટરની સપ્લાય કરીને દર્દીઓના જીવ બચાવી રહ્યા છે,તેમણે કહ્યું કે દિવસ રાત કોરોનાના સમાચાર સાંભળીને દીલ હચમચી ઉઠે છે,કેટલાક લોકો કોરોનામાં જીવ ગુમાવી રહ્યા છે,કેટલાક લોકો માત્ર અસુવિધાના કારણે મોતને ભેટી રહ્યા છે,હું આવા લોકોની બનતી મદદ કરવા ઈચ્છું છું અને કરી રહી છું.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન આઇડોલ શોના વિવાદ પર અનુરાધાએ કહ્યું હતું કે આ મામલામાં વિવાદ જેવું કંઈ નથી. જો લોકો તે સ્પર્ધકોની પ્રતિભા પર સવાલ ઉભા કરે તો હું આઘાત પામું છું. મને અમિત જી વિવાદ વિશે કોઈ જાણકારી નથી પણ જ્યારે હું ત્યાં ગઈ હતી ત્યારે બાળકોએ ખૂબ સારું ગાયું. હું તેમનું પ્રદર્શન જોઇને આશ્ચર્યચકિત થઈ ગઈ