કોરોનામાંથી સાજા થયા બાદ મિલિન્દ સોમને લોકોને આપી સલાહ- કહ્યું, ‘સ્વાસ્થ્ય છે તો બધુ જ છે’
- મિલિન્દ સોમનની ચાહકોને નસિહત
- સ્વાસ્થ્ય સારુ છે તો બધુ જ સારુ છે
મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાની ઝપેટમાં અનેક બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ આવી ચૂકી છે, તે જ સમયે, ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ વિતેલા સમયમાં કોરોનાગ્રસ્ત થયા હતા. આ સાથે જ ખૂબ જ જાણીતા અભિનેતા અને મોડેલ એવા 55 વર્ષિય મિલિન્દ સોમન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, હાલ તેઓ સાજા થયા છે. મિલિંદ સોમન થોડા દિવસો પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ પાછા ફર્યા છે. તાજેતરમાં મિલિન્દે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને એક નલિહત આપી છે જે આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.
મિલિન્દ સોમને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કેટલીકગંભીર વિચારમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, મિલિન્દે આ ફોટો સાથે કેપ્શન પણ લખ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે કોરોના વાયરસે તેમના પર માનસિક અસર કરી છે. આ સિવાય મિલિન્દે પોસ્ટ દ્વારા એમ પણ કહ્યું હતું કે, આ સંક્રમણને કારણે તેણે તેનો એક ખૂબ જ ખાસ મિત્ર ગુમાવ્યો છે. જે બાદ તેમણે લોકોને ઘરે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.
મિલિન્દ સોમને લખ્યું છે કે, ‘વિતેલા દિવસે મારા એક મિત્રનું કોરોનાના કારણે નિધન થયું હતું, જે ફક્ત 40 વર્ષનો જ હોત. જે મારા માટે ભૂબ જ આઘાતજનક હતું. ‘ઘણા લોકો મને પૂછે છે કે હું આટલો ફીટ છું છતાં પણ મને કોરોના થયો. હું કહું છું કે જો તમારી તંદુરસ્તી અને તબિયત સારી છે, તો તે તમને વાયરસ સામે ડીલ કરવામાં મદદ કરે છે પરંતુ સંક્રમણથી તમારું રક્ષણ કરશે નહીં. ‘
તેમણે આગળ લખ્યું છે કે, લોકો મને વારંવાર કહે છે કે, હું સ્વાસ્થ્ય વિશે આટલી બધી વાતો કરું છું જ્યારે કેટલાક લોકો પાસે ખાવા માટે પણ ભોજન નથી. હું માનું છું કે જો તમારી તબિયતસારી ન હોય તો બીજું કંઈ પણ ખાસ મહત્વનું નથી રાખતું. સ્વસ્થ રહેવા માટે તમારે જાગૃત રહેવાની જરૂર છે. મારી અપીલ છે કે તમે ઘરે રહો અને સુરક્ષિત રહો. ઓમ શાંતિ ‘
સાહિન-