કેન્દ્રનો આદેશ – દિલ્હીને દરરોજ 378 મેટ્રીક ટન ઓક્સિજન પુરુ પાડવામાં આવશે, અછત થશે દૂર
- દિલ્હીમાં ઓક્સિજનની અછત થશે દૂર
- દરરોજ 378 મેટ્રીક ટન આપવામાં આવશે
દિલ્હીઃ- દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વના આદેશ આપ્યા છે જે મુજબ હવે દરરોજ 378 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હીને પુિરુ પાડવામાં આવશે,. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેના આદેશો જારી કર્યા છે જે હેઠળ હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવેલા ઓક્સિજનના પ્લાન્ટમાંથી આ ઓક્સિજનની સપ્લાય દિલ્હીમાં કરાશે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશના સાત રાજ્યો માટે ઓક્સિજનની વધારાની વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે, જેમાં માત્રને માત્ર દિલ્હી માટે જ દરરોજ 378 મેટ્રિક ટન ઓક્સિજન પ્રાપ્ત કરાવાશે, દિલ્હીમાં લગભગ 1000 મેટ્રિક ટન ઓક્સિજન વ્યવસ્થા જોવા મળે છે.
જારી કરેલા નવા આદેશ મુજબ પાનીપત સ્થિત એર લિક્વિડ, બારોટીવાલામાા સ્થિત આઇનોક્સ, ભિવાડી ખાતે આઇનોક્સ, ગાઝિયાબાદ ખાતે આવેલ ગોયલ એમ.જી. ગેસ, કાશીપુર ખાતે સ્થિત ઇન્ડિયા ગ્લાયકોલ, સેલાકુઇ ખાતે લિન્ડે અને રૂડકી ખાતે એર લિક્વિડ દ્વારા ઓક્સિજન સપ્લાય કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે, આ નવી વ્યવસ્થા દ્વારા રાજધાનીની હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની માંગ પુરી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ કથળતી જોવા મળી છે, કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત પડી રહી છે બેડની વ્યવસ્થાઓ ખૂટી પડી છે ત્યારે દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને મદદ માંગી હતી, ત્યારે હવે આ ઓક્સિજનની આપુર્તિથી દિલ્હી વાસીઓની ઓક્સિજનની અછત દૂર થશે.
સાહિન-