ઉનાળાની ‘લૂ’ થી બચાવે છે કાચી કેરીનું ઠંડુ શરબત – જાણો આ ડ્રિન્ક બનાવવાની સરળ રીત
સાહિન મુલતાની-
સામગ્રી-
- 2 નંગ કાચી કેરી (કોઈ પણ લઈ શકો, ખાસ કરીવે ખાટ્ટી લેવી),
- જરુર પ્રમાણે – ખાંડ,
- 2 ગ્લાસ પાણી
- સ્વાદ પ્રમાણે – જીરુ મીઠું
કાચી કેરીનું શરબત બનાવવા માટેની રીત – સૌ પ્રથમ કેરીની છીણી લો, આ છીણમાં જરુર પ્રમાણે ખાંડ અને બે ગ્લાસ ઠંડુ પાણી નાખીને 5 થી 10 મિનિટ રહેવા દો ,ત્યાર બાદ બરાબર આ મિશ્રણને ચમચા વડે ફેરવતા રહો જેથી કરીને કેરીનો સ્વાદ પાણીમાં બરાબર બળી જાય, હવે આ શરબતને એક ગરણી વડે ગાળીલો, હવે તેમાં દરેલું જીરુ અને મીઠૂં એડ કરીલો ,બરફના ટૂકડા નાખીને આ શરબત ઠંડૂ પણ બનાવી શકો છો, તૈયાર છે ઉનાળાનું સૌથી સરળ સહેલું બનતું ડ્રિન્ક, જે તમને એનર્જીની સાથે સાથે ગરમીમાં પડતી લૂ થી પણ રક્ષણ આપે છે.
આ સાથે જ જો તમને ઠંડુ પીવાથી શરદીની તકલીફ હોય તો તમે કેરીના છઈણની સાથે-સાથે ફૂગીનાની પેસ્ટ વાટીને શરબતમાં એડ કરી શકો છે, જેથી કેરી અને ફૂદીનાના ફ્લેવરનું શરબત બનશે અને શરદી થવાની શક્યતાઓ ધટશે.
કાચી કેરી ઉનાળામાં ખૂબ આવતી હોય છે. જે દરેકના ઘરમાંમ જોવા મળે છે, ત્યારે આ કાચી કેરીમાંથી ઉનાળાનું સ્પેશિયલ ડ્રિન્ક બનાવી શકાય છે ,કાચી કેરીનું શરબત, જે પીવાથી આપણા શરીરમાં એનર્જી બની રહે છે, અને જ્યારે ગરમી પડતી હોય અથવા ગરમીમાં જવાનું હોય ત્યારે એક ગ્લાસ આ શરબત પીવાથી શરીરમાં ઠંડક રહે છે