1. Home
  2. revoinews
  3. નૌસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન ‘વજીર’- જાણો તેની ખાસિયત
નૌસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન ‘વજીર’- જાણો તેની ખાસિયત

નૌસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન ‘વજીર’- જાણો તેની ખાસિયત

0
Social Share
  • નોસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન
  • સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની પત્ની વિજયાએ આરંભ કર્યો
  • દેશની નૌસેનાની તાકાતમાં વધારો થયો

ભારતીય નૌસેનાએ ગુરુવારના રોજ દક્ષિણ મુંબઈના મઝગાંવ ડોકમાં પાંચમા વર્ગની સબમરીન ‘વજીર’ નું જલાવરણ કર્યું , જે દુશ્મનના રડારથી બચવા માટે આધુનિક તકનીકીથી સજ્જ છે. સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની પત્ની વિજયાએ ગોવાથી મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સબમરીનનો પ્રારંભ કર્યો હતો.

વજીર સબમરીન ભારતમાં બની રહેલી 6 કલવરી શ્રેણીની સબમરીન છે, જેને ફાંસીસી સમુદ્વી રક્ષા અને ઉર્જા કંપની જીલસીએનએસ એ ડીઝાઈન કરી છે અને ભારતીય નૌસેનાની પરિયોજના 75 અંતર્ગત તનું નિર્માણ કરવામાં આવ્યું છે

માછલી ઉપરથી આ સબમરીનનું નામ રાખવામાં આવ્યું છે

અધિકારીએ જણાવ્યું કે આ સબમરીન સપાટી પર, સબમરિન અવરોધી યુદ્ધમાં અસરકારક સાથે  ગુપ્ત માહિતી એકત્રિત કરવા, દરિયાઈમાં સુરંગ પાથરવા તેમજ દરમિયા વિસ્તારો પર જનર રાખવા માટે સક્ષમ છે,.

આ સબમરીનનું નામ હિંદ મહાસાગરની શિકારી માછલી ‘વજીર’ પર રાખવામાં આવ્યું છે. પ્રથમ ‘વજીર’ સબમરીન રશિયાથી મળી હતી જેને 3 નવેમ્બર 1973 માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી અને ત્રણ દાયકાની સેવા બાદ  જૂન 2001 ના રોજ તેને રજા આપવામાં આવી હતી

માઝગાંવ ડોક શિપબિલ્ડીંગ લિમિટેડએ પ્રકાશનમાં જણાવ્યું હતું કે, સ્કોર્પિન સબમરીનનું નિર્માણ એમડીએલ માટે પડકારજનક હતું કારણ કે સરળ કામગીરી ઓછા સ્થાનમાં પુરુ કરવા માટે પડકારરુપ બન્યું હતું.

રડારથી બચવાનો ગુણધર્મોને સુનિશ્ચિત કરવા માટે, સબમરીને નવીનતમ તકનીકનો ઉપયોગ કર્યો છે જેમ કે આધુનિક અવાજ શોષી લેતી આધુનિક ટેકનીક, ઓછો અવાજ અને પાણીમાં આગળ વધવા માટે સક્ષમ ઉચ્ચ ગતિ. તેમાં ચોક્કસ માર્ગદર્શિત શસ્ત્રોથી દુશ્મનો પર હુમલો કરવાની ક્ષમતા પણ છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code