આજે દેશભરમાં રોજગારીને લઈને અનેક સવાલ છે તો ધણા મજુર વર્ગ ગણાતા લોકો પૈસા કમાવવાની હોટમાં ખાડીદેશો તરફ વળતા હોય છે ત્યારે રોજગારીની શોધમાં ખાડીદેશોમાં કામ કરવા ગયેલા ભારતીય મજુર વર્ગં લોકો અત્યાચારનો સામનો કરી રહ્યા છે. જ્યારે પોતોના પર થયેલા અત્યાચારથી ત્રાસી ગયેલા મજુર કામદારોએ ભારત સરકાર પાસે પોતાના વતન પરત ફરવાની માંગણી કરી છે , વિદેશ મંત્રાલયના આંકડા મુજબ પાછલા 3 વર્ષ દરમિયાન 42482 કામદારોએ ખાડીદેશમાં કામદારોના વર્ગમાં પોતાના નામ નોધાવ્યા હતા.
લોકસભામાં વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવાલા લેખિત જવાબમાં જણાવાયું છે કે આ વર્ષે 30 જુન સુધી વતન પાછા ફરવા માટે નોંધણી કરાવનારાઓની સંખ્યા 5804 છે ત્યારે 2016માં આ સંખ્યા 12731 , 2017માં 11049 અને 2018માં 12898 ભારતીય મજુર વર્ગને ભારત પરત લાવવાના નામ નોંધાયા હતા જેમાં સૌથી વધુ કુવૈતથી 14030 ભારતીય નાગરીકોએ પોતાના નામ નોધવ્યા હતા.
સાઉદી અરબમાંથી 10959ની મોટી સંખ્યામાં લોકો વતન પરત ફરવાની મંગણી કરી રહ્યા છે ,વિદેશ મંત્રાલય દ્રારા જાણકારી આપવામાં આવી હતી કે 2016 થી લઈને 30 જુન 2019 સુધી સાઉદી અરબથી10959 , કતર થી 8257, ને ઓમાનથી 5448 ભારતીય કામદારોએ ભારતીય દુતાવાસમાં પોતાના નામની નોંધણી કરાવી છે ત્યારે અરબ અમીરાત ને બેહરીનથી વતન પરત વવા માંગનારની સંખ્યા 3788 છે ત્યારે હવે મજુર કામદારોને ભારત દેશ પાછા લાવવાની કાર્યવાહી પર વિદેશ મંત્રાલય કામ કરી રહ્યા છે
77 હજારથી પણ વધુ ભારતીય કામદાર વર્ગ અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા છે
વિદેશ મંત્રાલયમાં આપાયેલ ખબર મુજબ 2016 થી લઈને 30 જુન 2019 સુધી 77155 ભારતીય કામદારે પાતા પર થયોલા અત્યાચાર અને શોષણની ફરિયાદ ત્યા સ્થાપિત ભારતીય કાઉન્સિલમાં નોંધાવાય હતી જેમાં વધુ ફરિયાગ સાઉદી અરબમાં કામકરનાર ભારતીય કામદારોએ નોંધાવી હતી. જેમાં જોવા જઈએ તો 27875 ફરિયાદ સાઉદ અરબમાં , આ ઉપરાંત કુવૈતમાં 14332, ઓમાનમાં 11747 ,કતરમાં 10778 જ્યારે અરબ મીરતથી 9754 અને બેહરીનથી 2669 લોકોએ પોતાના પર થયા અતિયાચારની ફરિયાદ નોંધાવી હતી.
ખાડી દેશોમાં ભારતીય કામદારોની હાલત ગુલામા કરતા પણ બત્તર બવાનામાં આવી છે , ત્યા ભારતીય કામદોરોને સતત કામ કરાવવામાં વે છે ઉપરાંત કામન કલાકો કરતા વધુ કામ કરતા પણ વેતન આપવામાં નથી આવતું તે ઉપરાંત એક દિવસની રજા પણ પવામાં વતી નથી સાથે ભારત આવવા માટે પરમીટ પણ અપાતી નથી તેમણે નક્કી કરેલો કરાર પુરો થયા બાદ પણ તેઓને ત્યાજ રાખવામાં આવે છે ભારત પરત મોકલવામાં આવતા નથી આ ઇપરાંત તેઓ સાથે બદથી બદ્દતર વર્તન કરવામાં આવતું હોય છે, ભાતર દેશમાંથી પોતાના પરિવારનું ગુજારન ચલાવવા માટે અને બે પૈસા કમાવવા માટે તેઓ ભારત દેશમાંથી ખાડૂ દેશો તરફ જાય થે પણ ત્યા જઈને પસ્તાવા સિવાય કી રસ્તો નજરે પડતો નથી ત્યાથી પાછું ફરવું પણ એક ચેલેન્જ સાબિત થાય છે ત્યારે હવે જોવું રહ્યું કે વિદેશ મંત્રી તેઓને કેટલા સમયમાં પરત લાવશે.