- ઘાંઘુ થયું છે પાકિસ્તાન
- પાળેલા આતંકીઓને કર્યું છે ‘છૂ’
- ચાર આતંકીની ઘૂસણખોરીના અહેવાલ
નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં એકઠી કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કરે તૈયબા કાશ્મીરમાં આતંકી હુમલાની સાજિશ રચી રહ્યું છે. તેના પ્રમાણે રાજ્યના મુખ્ય સ્થાનો પર આતંકી હુમલાને અંજામ આપવા માટે લશ્કરે તૈયબાના ચાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની સીમા પારથી ઘૂસણખોરી કરવામા પણ સફળ રહ્યા છે. આ આતંકવાદીઓના નિશાના પર ભારતીય સેનાનો કેમ્પ અને સૈન્ય ઠેકાણા સામેલ છે.
મહત્વપૂર્ણ છે કે આઈબીએ પહેલા પણ આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન કાશ્મીર મામલા પર બોખલાટમાં આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ-કાશ્મીર સહીત રાજસ્થાન અને દેશના અન્ય સ્થાનો પર મોટા આતંકવાદી હુમલાને પાર પાડવાની યોજના પર કામ કરી રહ્યા છે.
આઈબી ઈનપુટ પ્રમાણે, લશ્કરે તૈયબાના આતંકી આકા હાફિઝ સઈદ સહીત પાકિસ્તાની સેનામાં બેઠેલા પોતાના આકાઓને ભારતમાં મોટો આતંકી હુમલો કરવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે મળેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રમાણે, લશ્કરે તૈયબાના ચાર આતંકી સામ્બામાં બડી બ્રહ્મા કેમ્પ, જમ્મુના સુંજવાન અને કાલુચકમાં આવેલા સેનાના કેમ્પ સહીત અન્ય મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓ પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા છે. ઈન્ટલેજિન્સ ઈનપુટ્સમાં કહેવામાં આવ્યું છે કે શોપિયાંથી આ આતંકવાદીઓ ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે.