બીજિંગ: તે વ્યક્તિ દુનિયાભરમાં આઝાદી અને અસંમતિનું પ્રતિક છે. તસવીરો, ટેલિવિઝન શૉ, પોસ્ટર્સ અને ટીશર્ટ સહીત તમામ સ્થાનો પર તે હંમેશા દેખાય છે. પરંતુ ચીનના તિયાનમેન ચોક પર થયેલા હત્યાકાંડના ત્રણ દશકો બાદ પણ આ શખ્સને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે. તિયાનમેન ચોક હત્યાકાંડના આજે ત્રણ દશક પૂર્ણ થયા છે અને તે વખતે ટેન્કોની સામે નિશસ્ત્ર ઉભેલા શખ્સને દરેક વ્યક્તિ યાદ કરી રહ્યો છે. પરંતુ આજે તે વ્યક્તિ પહેલેથી પણ મોટું રહસ્ય બની ચુક્યો છે.
તિયાનમેન ચોક પર સ્ટૂડન્ટ્સના વિરોધ પ્રદર્શનને ચીને ખરાબ રીતે કચડી નાખ્યું હતું અને ટેંકોમાંથી વરસાવાયેલા બોમ્બ તેમને મોતની નિંદરમાં સુવડાવી દેતા હતા. આજે સાઈબર યુગા આ તબક્કામાં જ્યારે કંઈપણ છૂપાવાય તેમ નથી અને દુનિયાના કોઈપણ ખૂણાની માહિતી ઉજાગર થઈ જાય છે. પરંતુ 30 વર્ષ વીત્યા બાદ પણ ટેન્કમેન સંદર્ભે માત્ર અટકળો લગાવાઈ રહી છે. આજે પણ તે વાર્તાઓનો જ ભાગ છે, પરંતુ હકીકત કોઈને ખબર નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ટેન્કમેનેની તસવીર 5 જૂન-1989ના રોજ લેવામાં આવી હતી. આ તસવીર એ સમયગાળાની હતી, જ્યારે ચીને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકોની કત્લેઆમ કરી હતી. બીજિંગમાં જે સમયે સરકારી હિંસાનું તાંડવ ચાલી રહ્યું હતું. તે સમયે ટેન્કોની સામે ઉભેલા એક વ્યક્તિની તસવીર સામે આવી હતી. સફેદ શર્ટ પહેરેલા આ વ્યક્તિના હાથમાં બેગ લઈને ટેંકોની સામે નીડર થઈને ઉભો હતો.
ટેન્કમેનની તસવીરો એક હોટલની બાલ્કની પરથી વિદેશી મીડિયા સંસ્થાનોના કેટલાક પત્રકારોએ ખેંચી હતી, તે વખતે ટેંક તેની સામે વધી રહી હતી. 20મી સદીની સૌથી ચર્ચિત તસવીરોમાં એક ટેન્કમેનની તસવીર પણ છે. પશ્ચિમી દેશોના તમામ લોકો કહે છે કે ટેન્કમેન વેસ્ટર્ન વર્લ્ડના મૂલ્યો અને આકાંક્ષાઓનો પ્રતિનિધિ છે.
જો કે ચીનના પ્રોપેગેન્ડા મેનેજર્સ કહે છે કે આ તસવીર જણાવે છે કે અમારા દેશે કેવી રીતે વિરોધનો શાંતિપૂર્ણ રીતે સામનો કરવાનું કામ કર્યું. તેમના પ્રમાણે, સેનાએ ટેન્ક મેનની હત્યા નહીં કરીને દર્શાવ્યું છે કે કેવી રીતે વિરોધના સ્વરને પણ સાંભળે છે. જો કે ગત કેટલાક વર્ષોમાં ચીનની સરકારે ટેન્ક મેનનની યાદોને ભૂંસવાની કોશિશો કરી છે. ચીનની સરકારે ટેન્ક મેનની ઓનલાઈન તસવીરોને સેન્સર કરવાની સાથે તેની તસવીરોને આગળ વધારનારા લોકોને સજા પણ આપી છે.