સુરતમાં 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ભય
અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના સુરતમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.1ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 29 કિમી દૂર નોંધાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વહેલી સવારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે જ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનો આંચલો વહેલી સવારે લગભગ 4.35 કલાકે આવ્યો હતો. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી સરદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પરંતુ ધરા ધ્રજતા લોકોને વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી.