કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં જે કોઈપણ બંદૂક ઉઠાવશે, તે કબરમાં જશે.
દ્રાસ ખાતે કારગીલ વોર મેમોરિયલ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જનરલ રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાશ્મીરમાં આતંકવાદને કડકાઈથી કચડી નાખવા માટે સેના આકરું વલણ આગળ પણ ચાલુ રાખશે.
જનરલ રાવતે કહ્યુ છે કે સુરક્ષાદળોની વિરુદ્ધ જે કોઈપણ સ્થાનિક આતંકવાદી બંદૂક ઉઠાવી રહ્યા છે, તે આતંકવાદી રહેશે નહીં. એક જ રણનીતિ છે કે સેનાની વિરુદ્ધ બંદૂક ઉઠાનાર કોઈપણ આતંકવાદી રહી શકશે નહીં. બંદૂક અને તે શખ્સની સાથે અલગ-અલગ વર્તાવ કરવામાં આવશે. આવો વ્યક્તિ કબરમાં જશે અને બંદૂક અમારી સાથે. જો કે આ દરેક વસ્તુનો અંત નથી.
જનરલ રાવતે કહ્યુ છે કે અમે સિવિલ સોસાયટી, વાલીઓ, મૌલવીઓ અને આતંકવાદીઓના બહેનો તથા ભાઈઓના સંપર્ક કરી રહ્યા છીએ કે તેઓ કહે કે આ આગળ વધવાનો માર્ગ નથી. તમારે બંદૂક છોડવી પડશે અને આગળ આવવું પડશે. હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે તેમના ઘરવાળાઓ તેમને પીએચડી આતંકી બનવા માટે કરાવી નથી. તેમને ગ્રેજ્યુએશન અથવા પીએચડી એ આશામાં કરાવી છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમની દેખરેખ કરે. જો કે આવું થઈ રહ્યું નથી.
કારગીલ વિજય દિવસ વર્ષગાંઠની ઐતિહાસિક ક્ષણે જનરલ રાવતે કહ્યુ હતુ કે પાકિસ્તાન હજીપણ કાશ્મીર મુદ્દાને જીવતો કરવા માટે સતત કોશિશ કરી રહ્યું છે. જંગના પડકારો પર સેના પ્રમુખ જનરલ રાવતે કહ્યુ છે કે જો ભોજન પણ ઉપલબ્ધ નહીં હોય, તો પણ અમારો જવાન જંગ લડવા માટે સક્ષમ છે. તેને માત્ર સારા હથિયાર, વિસ્ફોટકો અને શસ્ત્રસરંજામ જોઈએ.
મહત્વપૂર્ણ છે કે વોર મેમોરિયલ પર આયોજીત કાર્યક્રમમાં જનરલ રાવત સિવાય ચીફ ઓફ એરસ્ટાફ એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ અને ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહ પણ સામેલ થયા હતા. ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખોએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.