નવી દિલ્હી: 1310 નિરાશ્રિતોને રાજસ્થાનમાં નાગરીકતા આપવામાં આવી છે. લોકસભામાં મંગળવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આના સંદર્ભે જાણકારી આપી છે.
એક લેખિત જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર ચોકસાઈપૂર્વક ઉલ્લેખ કરે છે કે રાજસ્થાનના ત્રણ જિલ્લા-જોધપુર, જેસલમેર અને જયપુર સહીત સાત રાજ્યોના 16 જિલ્લાને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેસમાંથી કાયદેસરના નિરાશ્રિત એવા છ લઘુમતી સમુદાય-હિંદુ, શીખ , બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીને રજિસ્ટ્રેશન અથવા કુદરતી રાહે ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા છે.
નિત્યાનંદ રાયે કહ્યુ છે કે કુલ 1310 નિરાશ્રિતોને રાજસ્થાન સરકાર અને જોધપુર, જેસલમેર તથા જયપુરના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરોએ નાગરિકત્વ આપ્યું છે.
તેમણે કહ્યુ છે કે આ 1310માંથી રાજસ્થાન સરકારે 82 નિરાશ્રિતોને નાગરીકતા આપી છે. જ્યારે જોધપુર, જેસલમેર અને જયપુરના જિલ્લા કલેક્ટરોએ અનુક્રમે 1113, 7 અને 108 નિરાશ્રિતોને નાગરીકતા આપી છે.
લોકસભામાં આઠમી જાન્યુઆરીએ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર-2014 પહેલા ભારતમાં આવનારા બિનમુસ્લિમોને નાગરીકતા આપવાની જોગવા હતી. જો કે આ એક્ટ રાજ્યસભામાં અટવાયો હતો.