અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કતારગામ અને વરાછા વિસ્તારમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા હીરાના 12 એકમોને સીલ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં હતા. જેથી હિરના કારખાના અને ટેક્સટાઈલ્સ માર્કેટ પણ ધમધમતા થયાં હતા. જો કે, કોરોના વાયરસના કેસમાં અચાનક ચિંતાજનક રીતે વધારો થયો હતો. તેમજ હિરા વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક રત્ન કલાકારોમાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. જેથી માર્કેટ બંધ કરવામાં આવ્યાં હતા. વરાછા અને કતારગામ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય આ બંને વિસ્તારમાંથી વધારે પોઝિટિવ કેસ મલી આવ્યાં હતા.
મનપા તંત્ર દ્વારા ખાસ ગાઇડ લાઇન બનાવીને ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક હીરાની ઘંટી પર બે કારીગરો સાથે તમામ કારીગર એન્ટીજન ટેસ્ટ વગર કારીગરોને નહી આવવા દેવા માટેની સુચના આપવામાં આવી હતી. આ નવી ગાઇડલાઇનનો કડકકપણે અમલ કરાવવા માટે મનપા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કતારગામ અને વરાછાના 12 યુનિટમાં ગાઇડ લાઇનનું પાલન કરવામાં નહી આવતું હોવાનું સામે આવ્યું હતું. મનપા તંત્ર દ્વારા નિયમોનું પાલન નહીં કરવા મુદ્દે હિરાના 12 યુનિટને સીલ મારવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.