1. Home
  2. revoinews
  3. સીતા મંદિર બનાવવાના મામલામાં બીજેપી-કોંગ્રેસમાં જંગ છેડાઈ
સીતા મંદિર બનાવવાના મામલામાં બીજેપી-કોંગ્રેસમાં જંગ છેડાઈ

સીતા મંદિર બનાવવાના મામલામાં બીજેપી-કોંગ્રેસમાં જંગ છેડાઈ

0
Social Share

સીતા મંદિર બાબતમાં બીજેપી-કોંગ્રેસમાં જંગ

એક બીજાપર લગાવ્યા આરોપ

મંત્રી શર્મા અને મંત્રી ચૌહાણમાં જંગ

રામ મંદિર વિવાદ બાદ હવે સીતા મંદિર વિવાદ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને દેશભરમાં ચાલી રહેલો વિવાદ હવે શ્રીલંકાના દિવૂરમપોલામાં સીતા મંદિર બનાવવા પર વિવાદ છેડાયો છે, મધ્ય પ્રદેશમાં સત્તારુઢ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષીય પક્ષ ભાજપના નેતાઓમાં આ મંદિર બનાવવાના મુદ્દે  એક દિવસ પહેલા મધ્ય પ્રદેશના ધાર્મિક ન્યાસ અને ધર્મસ્વ મંત્રી પી.સી.શર્માએ એક મદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એમ કહીને મુદ્દો ઉઠાવ્યો કે તેમની સરકારના એક અધિકારીને શ્રીલંકા મોકલીને તેની તપાસ કરાવવામાં આવશે કે ત્યા સીતા મંદિર બનાવવામાં આવશે કે નહી, જ્યારે ઉલ્લેખનીય છે કે શર્મા મધ્ય પ્રદેશના જનસંપર્ક અને વિધિ-વિધાયી મંત્રી છે

સીતા મંદીરને લઈને નેતાઓમાં જંગ છેડાયો છે , કોંગ્રેસ નેતા પી.પી.શર્મામાં જવાબમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ  સિંહ ચૌહાણે મંગળવારના રોજ ટ્વિટ કર્યું છે કે “આખો દેશ અને આખુ વિશ્વ જાણે છે કે સીતાજીને લંકામાં અશોક વાટિકામાં રાખવામાં આવ્યા હતા અને તેમણે અગ્નિ પરિક્ષા પણ આપી હતી ,,જ્યારે હું શ્રીલંકા ગયો ત્યારે મને વિચાર આવ્યો કે આ સ્થાન પર મોટુ મંદીર બનવું જોઈએ ત્યારે મને આશ્ચર્ય થાય છે કે કમલનાથ હજુ તપાસના આદેશ શા માટે આપે છે , તેમણે વધુમાં કહ્યું હતુ કે કમલનાથ સરકાર ત્યા જઈને  સંશોધન કરશે કે સીતીજીનું અપહરણ થયુ હતુ કે નહી, આ વાત કરીને કમલનાથ સરકારે કરોડો દેશવાસીઓની શ્રધ્ધાને ઠેસ પહોંચાડી તેમનું દિલ દુખાવ્યું છે  ”  

આ ઉપરાંત ચોહાણે  ટ્વિટર પર એક વિડિયો પણ ટ્વિટ કર્યો છે જેમાં તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર અને શ્રીલંકા સરકાર પાસેથી તેમણે આ મંદીર બનાવવાની મંજુરી પણ પ્રાપ્ત કરી લીધી હતી

શિવરાજ ચૌહાણે શ્રીલંકાના રાષ્ટ્રપતિથી આ વિષયમા વાત પણ કરી હતી  વર્ષ 2012માં  જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ એમપી ના મુખ્યમંત્રી હતા ત્યારે શ્રીલંકાના તત્કાલીનરાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે મધ્ય પ્રદેશના સાંચીમાં બૌદ્ર યૂનિવર્સિટીના નિર્માણ માટે આવ્યા હતા તે સમય દરમિયાન ચૌહાણે આ મંદીર બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેમાં જે જગ્યાએ સીતામાતા એ અગ્નિ પરિક્ષા આપી હતી ત્યા મંદીરનું નિર્માણ કરવાનું હતુ ,તેમણે વધુમાં ઉમર્યુ હતુ કે, આ મંદીર નિર્માણ માટે તેમણે બૌદ્ર મઠ પાસે જમીનની માંગણી કરી હતી જેનો તેનો સ્વીરાક પણ કર્યો હતો ,આ સીતામાતનું મંદીર હાલ જ્યા સીતા ચબુતરો છે ત્યા બનાવવામાં આવનાર હતુ .

જ્યારે  વાત પર  વળતો જવાબ આપતા પી.પી.શર્માએ ચૌહાણને જુઠો સાબિત કર્યો હતો અને કહ્યુ હતુ કે મે દરેક ફાઈલ અને ડોક્યૂમ્ન્ટ્સની ચકાસણી કરી છે જેમાં આવા પ્રકારનો કોઈજ લેખિત આદેશ મને જોવા મળ્યો ન હતો. આમ સીતા મંદીરને લઈને ચૌહાણ અને શર્મા વચ્ચે જંગ છેડાઈ હતી તેઓ અવારનવાર એક બીજાપર આરોપ લગાવતા રહ્યા હતા. તેમણે પણ દાવો કર્યો કે આ મંદીર બાબતમાં ચૌહાણની સરકારે કઈજ કામ કર્યું જ નથી

મધ્ય પ્રદેશના મંત્રી શર્માએ ચૌહાણ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે “અમે ભાજપ સરકારની જેમ વાત નહી કરીયે અમે કામ કરીશું અને તે પણ તથ્યોના આધાર પર કરીશું. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓએ રામ વન ગમન પથ બનાવવાની પણ વાત કરી હતી પણ તે સંદર્ભે  હાલ સુધી કઈજ કાર્ય થયુ નથી જ્યારે અમારી સરકારે આ પથ માટે કામ શરુ કરી દીધુ છે ,અમે આ કામ માટે એક નકશો તૈયાર કર્યો છે ભગવાન રામ ચિત્રકૂટથી લઈને અમરકંટક સુધી કુલ 200 કિલો મીટર ચાલ્યા હતા આ પથ અમે બનાવીને લોકોને લાભ આપીશું  ”

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code