લોકસભાની ચૂંટણીમાં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિને ECએ સોંપી, કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા કરાઈ ભંગ
દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ લોકસભા ચૂંટણી 2019માં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી છે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. બાદમાં તેઓ 27 મેના રોજ કાશી વિશ્વનાથ મંદિર જવાના છે. મીડિયા અહેવાલો મુજબ 30મી મેના રોજ તેઓ બીજી વખત ભારતના વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરવાના છે.
મીડિયાના વર્તુળોમાં વડાપ્રધાન મોદીની શપથવિધિમાં વિદેશી નેતાઓના સામેલ થવાને લઈને અટકળબાજી ચાલી રહી છે.
જો કે સરકારી સૂત્રોએ આના સંદર્ભે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે સોગંદવિધિમાં સામેલ થવા માટે વિદેશી અતિથિઓને આમંત્રણ બાબતે મીડિયામાં અટકળબાજી થઈ રહી છે. હાલના સમયે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. અમે મીડિયાને આના સંદર્ભે નિર્ણય લેવાયા બાદ માહિતી આપીશું.