બિજનૌર : ઉત્તરપ્રદેશના બિજનૌરમાં શેરકોટ વિસ્તારમાં એક મદરસા મદરસા દારુલ કુરાન હમીદયા પર દરોડાની કાર્યવાહી કરીને પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે. બિજનૌર પોલીસે મદરસામાંથી છ શકમંદ યુવકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે હથિયારો અને કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસના રેન્જ આઈજી અફઝલગઢ કૃપાશંકર કનૌજિયાએ કહ્યુ છે કે શેરકોટમાં કાંધલ માર્ગ પર આવેલી મદરસા દારુલ કુરાન હમીદિયામાં શંકાસ્પદ યુવકોના આવન-જાવનની માહિતી મળી રહી હતી.
પોલીસે મદરસામાં બપોરે દરોડો પાડીને કેટલાક યુવકો પાસેથી એક 32 બોરની પિસ્તોલ, ત્રણ તમંચા 315 બોર, એક તમંચો 32 બોર અને ઘણી મોટી સંખ્યામાં કારતૂસ જપ્ત કર્યા છે.
પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ હથિયાર બિહારથી લાવીને વેસ્ટ યુપીમાં વેચવામાં આવતા હતા. મદરસામાં તેને દવાના ડબ્બામાં રાખવામાં આવતા હતા. આ લોકો ત્રીસથી પચાસ હજારમાં પિસ્તોલ વેચતા હતા. મહત્વપૂર્ણ છે કે ઝડપાયેલા બે આરોપીઓમાંથી બે લૂંટ-હત્યામાં સામેલ રહી ચુક્યા છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે.
આ મામલામાં ઝફર ઈસ્લામ, નૂર અલી, મોહમ્મદ સાબિર, અજીજુર્રહમાન અને ફહીમ સહીતના છ યુવકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે આમાથી એક યુવક બિહારનો વતની છે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે જો દરોડો રાત્રે પાડવામાં આવત, તો પોલીસ ટીમ પર ફાયરિંગની શક્યતા હતી. તેમણે જણાવ્યુ છે કે બિહારના યુવક અહીં ભણવા આવવાની વાત કહી રહ્યા છે.