મુસ્લીમ ડિલવરી બોય પાસેથી શ્રાવણ માસ હોવાથી ફૂડ પાર્સલ લેવાનો એક યૂવકનો ઈન્કારઃ zomatoએ શીખવ્યો સબક
Zomato બૉય મુસ્લિમ હોવાથી ફૂડ પાર્સલનો અસ્વિકાર
શ્રાવણ માસ હોવાથી મુસ્લિમના હાથથી જમવાનું ન લઈ શકું
ગ્રાહકે ડિલીવરી બૉય ચેન્જ કરવાની માંગ કરી
zomatoએ ગ્રાહકની માંગ ન સ્વીકારતા રિફંડ પણ આપ્યું નહી
zomatoએ ગ્રાહકને મુહતોડ જવાબ આપ્યો
ટવ્વિટર પર આ યૂવકને લોકોએ આડે હાથ લીધો
અમિત પંડિતને લોકોએ મૂર્ખ ગણાવ્યો
આજકાલ સમાજમાં જ્યા હિન્દુ મુસ્લિમમાં ભેદ થવા લાગ્યો છે ત્યા જ હિન્દુ-મુસ્લિમમાં એકતા પણ જોવા મળે છે ત્યારે આ એકતાનું ઉદાહરણ zomatoએ પુરુ પાડ્યુ હતુ. ઓનલાઈન ફૂડ વેબસાઈટ zomato પર પંડીત અમિત શૂક્લ નામના એક વ્યક્તિએ જમવાનું ઓર્ડર કર્યું હતું, આ વ્યક્તિને મેસેજના માધ્યમથી ખબર પડી કે જે ડિલીવરી બૉય પાર્સલ આપવા આવવાનો છે તે મુસ્લિમ છે જેને કારણે આ અમિત પંડીતે zomatoને ડિલીવરી બૉય બદલવાની માંગણી કરી ત્યારે zomatoએ તેની વાતનો અસ્વિકાર કર્યો , તો આ અમિત નામના ગ્રાહકે પોતાનો ઓર્ડર રદ કર્યો હતો અને zomato પાસે રિફંડ માંગ્યુ હતુ ત્યારે સામે વળતા જવાબમાં zomatoએ રિફંડ આપવાનો સાફ સાફ ઈનકાર કર્યો અને તેને મૂહતોડ જવાબ આપ્યો, ઉપરાંત સોશિયલ મીડિયામાં અમિત નામના આ યૂવકને લોકોએ ખુબ ટ્રોલ કર્યો.
આ અમિત પંડીત નામના યૂવકે સોશિયલ મીડિયામાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો
તો zomatoએ પણ તેને ખુબ સરસ જવાબ પ્યો હતો અમિતના ટ્વિટ પર zomatoએ ટ્વિટ કર્યું કે “ food doesn’t have a religion, it a religion.” આમ કહીને આ યૂવકને વળતો જવાબ આપ્યો હતો.
તેણે કહ્યું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મુસ્લિમ બૉયના હાથે હું આ ઓર્ડર નહી સ્વિકારું તેણે સ્ક્રીન શોર્ટ પણ શૅર કર્યો હતા ,આમ સોશિયલ મીડિયા પર zomato ને ને અમિત પંડીત નામના વ્યક્તિ વચ્ચે અનબન થઈ હતી
અમિતે કરેલી ફરિયાદને લોકોએ વખોળી હતી ઉપરથી મિતને લોકોએ ખુબ સંભળાવ્યું હતુ ,ત્યારે કોઈક અમિતને અવ્વલ નંબરનો મૂર્ખ કહી ને કહ્યું કે માત્ર તારે પૂંછડીની કમી છે, ત્યારે ક બીજા યૂઝરે લખ્યું કે,તમારે માત્ર એવી રેસ્ટોરંટમાં જ જમવું જોઈ જ્યા મા6 હિન્દું જ હોય તમારે zomatoનો ઉપયોગ જ ન કરવો જોઈએ તેનો માલિક ચીની છે ને શર્મ કરો અને સાચા સંસકારી હિન્દૂં બ્રહ્મણ બનો , ત્યારે કોઈક યૂઝરે zomatoના વખાણ કર્યો કે તેમે જે કર્યું તે બરાબર કર્યું છે વા વ્યકતિઓને સબક શીખવવોજ જોઈએ.
આમ ટ્વિટર પર નેક યૂઝર્સએ આ અમિત પંડિત નામના યૂવકની શબ્દો વડે વાર કરીને તેને આડે હાથ લીધો હતો અને zomatoને સાચો અર્થમાં માણસાઈ દાખવવા બદલ વખાણ કર્યો હતા.