પ્રિયંકા ચોપડાની અપકમિંગ હૉલિવૂડ ફિલ્મ હશે “વી કેન બી હીરોઝ”-એક્શન રોલ કરશે પ્લે

દેશી ગર્લ પ્રિયંકા પોતાની અદા અને અંદાજથી દર્શકોના દિલમાં જગા બનાવી બેઠી છે ત્યારે
બૉલિવૂડની સાથે સાથે પ્રિયંકા ચોપડાએ હોલિવૂડમાં પોતાની પકડ મજબુત બનાવી છે, થોડા સમય પહેલા સમાચાર મળ્યા હતા કે પ્રિયંકા પાસે બૉલિવૂડ ફિલ્મ “સ્કાઈ ઈઝ પિંક” પછી તેના પાસે કોઈજ નવો પ્રેઝેક્ટ નથી,પરંતુ તે ખબર તદ્દન ખોટી સાબિત થઈ છે , કારણ કે હવે પ્રિયંકા ખુબ જ જલ્દી હૉલિવૂડ પ્રોઝેક્ટમાં એકશન અવતારમાં કામ કરતી જોવા મળશે.

એક રિપોર્ટસ મુજબ નેટફ્લિક્સના એક્શન ફેંન્ટેસી પ્રોઝેક્ટ ‘We Can Be Heroes’માં જોવા મળશે,આ ફિલ્મને હૉલિવૂડના ફિલ્મ મેકર રૉબટ રોડ્રિઝ ડાયરેક્ટ,પ્રોડ્યૂસ કરશે સાથે સાથે તેઓ  ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લખવાન છે. ત્યારે  પહેલા તેઓ  સ્પાઈ કિડ્ઝ બનાવી ચુક્યા છે,ફિલ્મ વી કેન બી હીરોઝ સુપરહીરો પર બનેલી ફિલ્મ હશે, જેમાં એલિયન્સનો ટ્વિસ્ટ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા આજકાલ બૉલિવૂડ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંક ના રિલીઝ થવાની રાહ જોઈ રહી છે,’સ્કાઈ ઈઝ પિંક’ ફિલ્મ સોનાલી બોસે ડીરેક્ટ કરી છે, આ ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ મુખ્ય ભૂમિકામાં જોવા  મળશે.

‘સ્કાઈ ઈઝ પિંક’ ફિલ્મ રિલીઝ  થવાના પહેલા જ ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મમાં પ્રસ્તુત કરવા માટે પસંદ કરવામાં આવી છે,જે  વતા મહિને સપ્ટેમ્બરમાં બતાવવામાં આવશે,પ્રિયંકા ચોપરા તેના પતિ નિક ઝોન્સ સાથે તેના મ્યૂઝિક કંસર્ટમાં જોવા ણળી હતી , નિક અને પ્રિંયંકા હમેંશા ચર્ચામાં રહે છઠે તેમની સમાચાર ખબરોમાં તેઓની લવ કેમેસ્ટ્રી અવારનવાર જોવા મળે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular