જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફરીથી આતંકી હુમલો થયો છે. અહીં આતંકવાદીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો છે અને સેનાની 44મી રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આ હુમલો પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર થયો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું છે. છેલ્લા અહેવાલ પ્રમાણે, હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ હુમલો ત્યારે થયો હતો કે જ્યારે સેનાની બખ્તરબંધ ગાડીઓ અહીંથી પસાર થઈ રહી હતી.
જમ્મુ-કાશ્મીરમાં એક દિવસ પહેલા જ આઈઈડી બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તેના પછી સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, પાકિસ્તાને પુલવામામાં હુમલાની ધમકીની જાણકારી ભારત અને અમેરિકાને આપી છે. સૂત્રોનું કહેવું છે કે આતંકી ઝાકિર મૂસાની હત્યાનો બદલો લેવા ઈચ્છે છે. ઈનપુટ એલર્ટ મળ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને ચોકસાઈ વધારવા માટે કહેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન વિશેષ રૂપથી રાજમાર્ગ પર કડક મોનિટરિંગ કરાઈ રહ્યું છે.
પાકિસ્તાને ભારત અને અમેરિકાને જણાવ્યું હતું કે ફરીથી આઈઈડી એટેક થવાની શક્યતા છે. માહિતી મળ્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના તમામ સુરક્ષાદળો સતર્ક થઈ ગયા છે. પાકિસ્તાને જણાવ્યું છે કે દક્ષિણ કાશ્મીરમાં આતંકી હુમલો થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે 1મી ફેબ્રુઆરીએ પુલવામામાં એક મોટો આતંકી હુમલો થયો હતો અને આ ફિદાઈન એટેકમાં 44 જવાનો શહીદ થયા હતા.
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મોટો આતંકી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થા હતા. જેમાં ઈજાગ્રસ્ત થયેલા એસએચઓ અરશદખાન પણ શહીદ થયા હતા. બાઈક પર આવેલા બે નકાબ પહેરેલા આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો હતો. જો કે બંને આતંકવાદીઓને પણ સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા.