બેંગલુરુ: કર્ણાટકમાં રાજકીય હલચલ ચાલુ છે. તેવા ક્રમમાં સોમવારે વિજયનગરથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આના સંદર્ભે તેમણે પહેલા જ વાત કરી હતી. સૂત્રો પ્રમાણે, તેઓ નજીકના ભવિષ્યમાં ભાજપમાં જોડાવાના છે.
આનંદ સિંહ ગત વર્ષ ઓપરેશન કમલમાં ઝડપાયેલા ધારાસભ્યોમાંથી એક હતા. તેના કારણે કોંગ્રેસના નેતા પોતાના તમામ ધારાસભ્યોને બિદાદીની પાસે ઈંગલટન રિસોર્ટમાં લઈ ગયા હતા.
પહેલા જ કોંગ્રેસે આનંદસિંહ પર આરોપ લગાવ્યો હતો કે તે નરેન્દ્ર મોદીની મુઠ્ઠીમાં છે. જેડીએસના નેતા એચ.ડી. કુમારસ્વામીનો આરોપ હતો કે કેન્દ્ર તરફથી આનંદસિંહની વિરુદ્ધ ઈડીનો ઉપયોગ કરી રહી છે અને તેમના ઉપર દબાણ બનાવી રહી છે કે તેઓ પાછા કોંગ્રેસમાં જાય નહીં.