Site icon hindi.revoi.in

એવુ તો શું કરે છે DK શિવકુમારની પુત્રી એશ્વર્યા કે,જેના પાસે 108 કરોડની છે સંપતિ

Social Share

કર્ણાટકના ધારાસભ્ય ડીકે શિવકુમાર હાલ ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે ઈડીના સકંજામાં ફસાયેલા ડીકે શિવ કુમારની મુશ્કેલી ઓછી થવાનું નામ  નથી લઈ રહી , હાલ તેઓ પોતે જ ઈડીના સકંજામાં સપડાયા છે તો બીજી તરફ તેમની પુત્રી એશ્વર્યા પણ તપાસના વર્તૂળમાં ઘેરાઈ ચુકી છે,કેહવામાં આવી રહ્યું છે કે ,એશ્વર્યા પાસે કુલ 108 કરોડની સપંતિ છે,ગુરુવારના રોજ ઈડીની ટીમે એશ્વર્યાની પૂછપરછ કરી હતી કારણ કે, કહેવામાં આવી રહ્યું છે કે તેના પિતા શિવકુમારે એશ્વર્યાના નામ પર કરોડોની સંપતિ વસાવી છે. આ ઉપરાંત તેના નામ પર કરોડો રુપિયાનું રોકાણ પણ કર્યું છે.

કર્ણાટકના ધારાસભ્ય શિવકુમાર પાસે અંદાજે 600 કરોડની સંપતિ છે તો તેમની પુત્રી પાસે 108 કરોડની સંપતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે,શિવકુમારની પુત્રી એશ્વર્યા મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ થયેલ છે તેની ઉંમર માત્ર 22 વર્ષ છે, શિવકુમારે વર્ષ 2013માં સોંગદનામામાં એશ્વર્યાની સંપતિ માત્ર 1 કરોડની જણાવી હતી, જે મા6ત્ર પાંચ વર્ષ જેટલા સમયગાળામાં 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે,શિવકુમાર વર્ષ 2016માં નોટબંધી પછી ચર્ચામાં આવ્યા હતા ત્યાર બાદ વર્ષ 2017માં ઈનકમટેક્ષે કરેલી રેડમાં દિલ્હી સ્થિત તેમના ઘરમાંથી 8.50 કરોડની રકમ જપ્ત કરી હતી

ઈડીના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે, “અમે મની લોન્ડ્રિંગ બાબતે પુછપરછ માટે 12 સપ્ટેમ્બરે એશ્વર્યાને બોલાવી હતી, શિવકુમારના નાણાંકીય વ્યવહારની તપાસમાં અમને તેમની પુત્રીના નામના ટ્રસ્ટ સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા, ટલા માટે  બાબતે જાણકારી મેળવવા મે શિવકુમારની પુત્રીને પુછપરછ કરવા માટે બોલાવી હતી”.

એશ્વર્યા શિવકુમારના ત્રણ સંતાનોમાંથી એક છે,જેના નામે સૌથી વધુ સંપતિ છે,એશ્વર્યાએ વર્ષ 2017માં પોતાના પિતા સાથે વ્યાપારીક સમજોતા માટે સિંગાપુર ગઈ હતી,ઈડી આ બાબતે પણ તેના સાથે વાત કરશે,કહેવામાં આવી રહ્યું છે કે,સિંગાપુર મુલાકાતને લઈને પીએમએલએ હેઠળ ઈડી દસ્તાવેજો અને શિવકુમારે આપેલા આ સિંગાપુર યાત્રાના બયાનથી એશ્વર્યાનો સામનો કરાવી શકે છે.

Exit mobile version