નવી દિલ્હીઃ ભારત દેશમાં આજથી 49 વર્ષ પહેલા નાણામંત્રી રહી ચુકેલા ઈન્દિરા ગાંધી એ કેન્દ્રમાં બજેટ રજુ કર્યું હતું જ્યારે આ બજેટ રજુ કરવામાં આવ્યું હતુ ત્યારે તેના બે ભાગ હતા જેમાં પ્રથમ ભાગમાં કુલ 17 મુદ્દાઓ જ્યારે બીજા ભાગમાં કુલ 18 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભારતમાં આશરે અડધી સદી પછી એવું બનવા જઈ રહ્યું છે કે દેશનું બજેટ કોઈ મહિલા રજુ કરશે. નવા નાણામંત્રી બનેલા નિર્મલા સીતારણ આજ રોજ 5 જુલાઈ કેન્દ્રીય બજેટ જાહેર કરવાના છે. પહેલા માત્ર એક વાર જ વું બન્યું છે કે કોઈ મહિલાએ દેશનું બજેટ રજુ કર્યુ હોય અને તે હતા ઈન્દિરા ગાંધી, જેઓ એ 1970માં નાણાપ્રધાનના હોદ્દાએથી બજેટ જાહેર કર્યું હતુ.
આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્રારા બજેટ શું ખાસ બાબતનો સમાવેશ કરશે તે તો બજેટ બહાર પડ્યા બાદ જ જાણી શકાશે જયારે ઈન્દિરા ગાંધીએ બજેટ ગરુ કર્યુ હતુ ત્યારે પહેલા ભાગમાં 17 પોઈન્ટ અને બીજા ભાગમાં 18 પોઈન્ટ હતા અને બજેટ કુલ 15 પાનાનું હતું પણ આપણું આ આજનું બજેટ કેટલા પેજનું છે, બજેટમાં ક્યા ક્યા મુંદ્દાઓ હશે તે વાતતો બજેટ રજુ કર્યા પછી જ જાણી શકાશે.
જ્યારે બજેટ રજૂ કરતાં પહેલાં અત્યાર સુધી દરેક નાણાંમંત્રીઓ પોતાના હાથમાં લાલ રંગની બ્રીફકેસ લઇને સંસદ ભવનમાં પ્રવેશતા હોઈ છે.આ વખતે પણ દેશના અડધી સદી પછીના પહેલા મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાની ટીમની સાથે પ્રવેશ કરતા ફોટો પડાવ્યો હતો, જેમાં સાફ નજરે પડે છે કે તોઓના હાથ બ્રીફકેસ નથી. નવા મહિલા નાણાં મંત્રીના હાથમાં લાલ રંગની બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના વેલવેટનું પેકેટ હતું.આ નાણા મંત્રી મહિલાએ અત્યાર સુધી ચાલી આવતી પરંપરાને સંપૂર્ણપણે બદલી નાંખી છે. આ પ્રથમ વખત બન્યું હશે કે હાથમાં બ્રીફકેસની જગ્યાએ લાલ રંગના અશોક સ્તંભના ચિહ્નવાળું એક પેકેટ હતું. એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે બ્રીફકેસની જગ્યાએ બજેટને એક લાલ કપડામાં રાખવામાં આવ્યું છે. જ્યારે આ વિશેનું કારણ પુછવામાં આવતા આર્થિક સલાહકાર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે આ એક અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદીની પરંપરા ચાલું કરી અમ કહી શકાય, બ્રીફકેસ વાળી પ્રથા અંગ્રેજોના સમયથી ચાલી આવતી પ્રથા છે પરંતું હવે ભારતની સંસ્કૃતિને અનુસરીને આ બ્રીફકેસને પડતી મુકી છે. સંસદમાં બજેટ ભાષણથી પહેલાં નાણાંમંત્રી આ બ્રીફકેસની સાથે મીડિયા સામે પોઝ આપતા દેખાય છે. પરંતુ આ વખતે આ પ્રથાને નાણાં મંત્રી નિર્મલાબેને બદલી નાંખી છે. તમને જાણીને નવાઇ લાગશે કે સંવિધાનમાં ‘બજેટ’ શબ્દનો ઉપયોગ ક્યારેય કરવામાં આવતો જ નથી . તેને વાર્ષિક નાણાંકીય વિવરણ કહેવાય છે. ‘બજેટ’ શબ્દ પણ આ બેગ સાથે જોડાયેલો છે. જેને હવે નિર્મલા બેન બદલી રહ્યા છે તેઓ સંપૂર્ણપણે ભારતી પરંપરાને અનુસરતા જોવા મળ્યા છે.