આસામ રાજયમાં પુરની ગંભીર પરિસ્થિતી જોવા મળી છે રાજ્યના સૌથી વધુ જીલ્લામાં બ્રહ્મપુત્ર નદી તથા તેની સાથેની અન્ય નદીમાં પાણી વધી જતા અનેક જીલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે અને રાજ્યના 8 લાખથી પણ વધુ લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે. જ્યારે 3 લોકો મોતને ભેટ્યા છે
આસામ રાજ્યના એએસડીએમએ ના જણાવ્યો પ્રમાણે ગોલાઘાટ, ધીમાજી,અને કામરુપ જીલ્લામાં અતિવરસાદના કારણે સર્જોયેલી પુરની સ્થિતીમાં અત્યાર સુધી 3 લોકોના મોત પણ થયા છે રાજ્યના બારપેટામાં 85 હજાર લોકો આ પુરની પરિસ્થિતી સામે લડત આપી રહ્યા છે તો વળી 800થી વધુ ગામો પાણીમાં રગકાવ થઈ ચુક્યા છે અનેક લોકો સામે ભોજનથી લઈને રેહણાંક ,પાણી અને અનેક સહુલતના પ્રશ્નો ઉભા થયા છે .એએસડીએમએ નું કહેવું છે કે, કુલ 1843 લોકોને 53 રાહત શિબિરોમાં લાવવામાં આવ્યા છે
કાજીરંગાના વન અધિકારીના જણાવ્યા મુજબ પુરના કારણે અહી આવેલું કાજીરંગા નેશનલ પાર્ક પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે , અહિ નેશનલ હાઈવે આવ્યો હોવાથી કેટલાક લોકોને આ માર્ગપરથી પસાર થવું પડતુ હોય છે પરંતુ પુરની સ્થિતીને લઈને આવર જવર પણ બંધ થયેલી જોવા મળે છે, ત્યારે આ કાજીરંગા પાર્કના કર્મચારીઓ એ પુર સામે લડવાની દરેક પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.આ પાર્ક જુન મહિનો આવતાની સાથે બંધ કરી દેવામાં આવે છે કારણે કે જ્યારે નદીની સપાટી વધે છે તો પ્રથમ અસર આ પાર્કમાં થાય છે
જ્યારે ઘોટાલા પ્રસાશન કર્તાઓએ એ પાર્કની આસપાસ 144 કલમ લગાવી છે કારણે અહિયાના પશુઓને સરળતાથી સ્થળાંતરણ કરાવી શકાય ,દરેક પશુંઓને બચાવવા માટે અધિકારીઓ કાર્યરત છે .આ પાર્કના પશુંને અન્ય સહીસલામત ઊંચાઈ વાળી જગ્યઓએ લઈ જવામાં આવ્યા છે જ્યારે અહિના ખેડુતોની 27 હજાર હેકર જમીન હાલ પાણીમાં ગરકાવ છે જેને લઈને ખેડૂતોએ પણ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
આમ આસામમાં વરસાદને પગલે તારાજી સર્જાય છે, નેક લોકો તેનો સામને કરી રહ્યા છે માનવ વસ્તીની સાથે સાથે પશુએના પણ ખરાબ હાલ છે ઘણા ગામોનું તે જાણે અસ્તિત્વજ રહ્યું નથી જ્યા ગામા હતા અને માનવ વસ્તી હતી ત્યા હાલ જાણે નદી જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતી જોતા ત્યાના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનાવાલે ડેપ્યૂટી કમિશ્નર સાથે વિડીયા કોન્ફરન્સ યોજીને આદેશ આપ્યો હતો કે ઈમરજંસી આવનારા કોલ્સના તરત જવાબ આપવામાં આવે. રાજ્ય સરકરા એલર્ટ થઈ છે જ્યારે સિક્કીમ અને સિલીગુડીને જોડનાર માર્ગ પણ અતિશય વરસાદ અને ભૂસ્ખલનના કારણે બંધ કરવામાં વ્યો છે