સોનભદ્ર વિવાદ
3 મહિલાઓ સહિત 10ની હત્યા
પ્રિયંકા ગાંધીને આખી રાત અધિકારીઓ મનાવતા રહ્યા
કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે રાત્રે સતત ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતું કે, જો પીડિતોને મળવા માટે સરકાર મને જેલમાં નાખશે હોય તો તે ફણ મને મંજુર છે. ઉલ્લેખનીય પ્રિયંકા ગાંઘી સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા માંગતા હતા. પરંતુ પોલીસ અને પ્રશાસને શુક્રવારે મિર્ઝાપુરના નારાયણપુર ગામમાં જ તેમને રોકી હતી. ત્યારપછી પ્રિયંકાને ચુનાર ગેસ્ટહાઉસ લઈ જવામાં આવ્યા હતા.
બુધવારે સોનભદ્ર ગામમાં સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ મામલો ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનના મામલાનો છે
કોંગ્રેસ મહાસચિવ બનારસમાં હત્યાકાંડના ઘાયલોને મળીને સોનભદ્ર આવી રહ્યા હતા. આ દરમિયાન નારાયણપુરમાં તેમનો કાફલો રોકવામાં આવ્યો . પ્રિયંકા ત્યાં જ ધરણાં પર બેસી ગયા હતા. ત્યારે ત્યાં લાઈટ પણ ન હતી. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, સરકારે લાઈટ કાપી નાખી અને પાણી પણ ન આપ્યું. પ્રિયંકાને રોકવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રિયંકાને રોકવા માટે સત્તાનો ગમે તેમ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી ભાજપ સરકારની અસુરક્ષા સ્પષ્ટ દેખાય છે.
ત્યારે હાલ પણ કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધી પોતાની જીદ પર અડગ રહ્યા છે તેમનું કહેવું છે કે જો બધાને સાથે જવાની પરમિશન ન આપોતો કઈ નહી પરંતુ હું એકલી પમ પીડિતો ને તેમના પરિવારને મળવા જઈને જ રહીશ, આકી રાત તેમણે આ જીદ સામે લડત આપી હતી ત્યારે હવે જોવું રહ્યું કે પ્રિયંકાને પીડિયોને મળવા દેવાશે ક નહી.